‘તારક મહેતા…’ ની બબીતા હિન્દુસ્તાની છોકરાઓ વિશે આ શું બોલી! લગ્ન વિશે ચોંકાવનારું નિવેદન | Taarak Mehta Ka Ooltah Chashmah Munmun Dutta Babitaji getting married to foreigner will left india

![]()
| ફોટો સોર્સ: મુનમુન દત્તા ઈન્સ્ટાગ્રામ |
Taarak Mehta Ka Ooltah Chashmah: ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના હજુ પણ અનેક ઘરોમાં રાજ કરી રહી છે. આ શૉએ ઘણા એવા ચહેરાઓ છે જેને લોકપ્રિય બનાવ્યા છે. તેમાંથી એક છે મુનમુન દત્તા એટલે કે શૉની બબીતાજી, મુનમુન હંમેશા પર્સનલ અને પ્રોફેશનલ બંને રીતે લાઈમલાઈટમાં રહે છે. ભાગ્યે જ જોવા મળે છે કે તેણે કોઈ અફવા પર પોતાની પ્રતિક્રિયા આપી હોય, પણ પહેલી વખત પોતાની અંગત જિંદગી અંગે મુનમુન દત્તા વાતો શેર કરી છે.
ક્યારે કરશે લગ્ન?
મુનમુન દત્તાએ એક ખાનગી શૉના પોડકાસ્ટમાં પ્રેમ, લગ્ન અને બ્રેકઅપને લઈને ચાલી રહેલી અફવા પર ચુપ્પી તોડી, મુનમુનને પૂછવામાં આવ્યું હતું કે શું તમારે લગ્ન કરવાના છે? તેના પર જવાબ આપ્યો હતો કે, ‘મને પ્રેમ થી પ્રેમ છે. પણ અત્યાર સુધી મને જ ખબર નથી પડતી કે હું લગ્ન કરું કે નહીં? જો મારા નસીબમાં લગ્નનું લખ્યું હશે તો તે થઈ જશે. હું તે છોકરી નથી જે લગ્ન પાછળ ભાગે.’
કોરિયન અભિનેતાઓ પસંદ પડી રહ્યા છે
મુનમુને વધુમાં કહ્યું કે, મેં બાળપણમાં પણ સપનું જોયું નથી કે મારો પતિ કેવો હોય, અથવા તો મારા લગ્ન કેવા થવા જોઈએ. બબીતાજીને બીજો પ્રશ્ન પણ કરવામાં આવ્યો હતો કે કેવો છોકરો પસંદ છે જેનો જવાબ મળ્યો હતો કે, ‘એ છોકરો જે સારો લાગતો હોય, તેની પાસે રૂપિયા હોય, વાતચીતની અનોખી ઢબ હોય, હું તે છોકરી નથી જે જુઠ્ઠું બોલે, મને પસંદ હોય તે છોકરામાં આ બધી વસ્તુઓ હોવી જરૂરી છે. આજકાલ મને કોરિયન અભિનેતાઓ પર વધારે પડતો ક્રશ થઈ રહ્યો છે, તે મને પસંદ પડી રહ્યા છે.’
વિદેશી સાથે ફરશે સાત ફેરા?
અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે શું તે વિદેશી સાથે લગ્ન કરશે? તેના પર મુનમુને કહ્યું કે હા, મારી સારી બોંડિંગ હોય છે. કેમ કે હિન્દુસ્તાની પુરુષ કરતાં તે થોડા અલગ હોય છે. વિદેશીઓ સાથે સૌથી સારી વાત એ હોય છે કે તે જન્મે બીજે છે અને રહે બીજે છે. જેથી તેમના વિચાર પર ખૂબ જ અસર પડતી હોય છે. કેમ કે સતત પ્રવાસથી વિચાર બદલાયા કરે છે. તે મહિલાઓ સાથે ખૂબ જ નમ્રતાથી વર્તન કરે છે.
હિન્દુસ્તાની પુરુષ સારા નથી એવું નથી કહેતી પણ..
મને લાગે છે કે ઘણી બધી ભારતીય મહિલાઓ મારી આ વાતથી સહમત હશે, હું એ નથી કહેતી કે હિન્દુસ્તાની પુરુષ ખોટા હોય છે અથવા તો સારા નથી, ઘણા હિન્દુસ્તાની છોકરાઓ મારા સારા દોસ્ત છે. તે ખૂબ જ પ્રેમાળ છે. મહિલાઓનું સન્માન કરે છે. પણ બધા જ એવા નથી હોતા.



