गुजरात

વડોદરાના હરણી-વારસિયા રિંગ રોડ પર વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી હુમલો કરી 1 લાખ રોકડા લઈને ચાર આરોપીઓ ફરાર | 4 accused attack businessman on Harni Warasia Ring Road in Vadodara and looted 1 lakh in cash



Vadodara Robbery Case : વડોદરાના હરણી-વારસિયા રિંગરોડ પર ચતુરભાઈ પાર્ક સોસાયટીમાં રહેતા વેપારી લીલારામ લાડકરામ રેવાણીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઈકાલે સવારે 11:00 વાગે હું મારા ઘરેથી કાર લઈને મારી દુકાને ગયો હતો અને રાત્રે 8:30 વાગે દુકાન બંધ કરી મારા ઘરે આવવા માટે કાર લઈને ભુતડીજાપા ગ્રાઉન્ડથી ફતેપુરા ચાર રસ્તા થઈ આવતો હતો. ચતુરભાઈ પાર્ક સોસાયટી સોની એપાર્ટમેન્ટની બાજુમાં હું કારમાંથી ઉતરવા જતા એક મોપેડ અને બાઈક પર ચાર છોકરાઓ કાળું કપડું મોઢે બાંધીને આવ્યા હતા. એક છોકરાએ મારી ફેટ પકડી છાતીના ભાગી મુકા માર્યા હતા અને બીજાએ મારી આંખમાં મરચાની ભૂકી નાખી દીધી હતી. બીજા આરોપીઓ ગાડીમાં પાછળની સીટ પર મૂકેલી મારી હેન્ડબેગ અને નાસ્તાને થેલીઓ લઈને ભાગી ગયા હતા. મારા હેન્ડબેગમાં વકારાના એક લાખ રૂપિયા હતા. મેં બૂમાબૂમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા વારસિયા પોલીસે આ અંગે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button