गुजरात
જામનગરના બાવરીવાસમાં ઘોડીપાસાના જુગાર અંગે પોલીસનો દરોડો : ચારની અટકાયત | Police raid in Jamnagar’s Bavarivas for gambling: Four arrested

![]()
Jamnagar Gambling Raid : જામનગરમાં ખેતીવાડી ફાર્મ નજીક બાવરીવાસમાં જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા ચાર શખ્સોની પોલીસે અટકાયત કરી લઇ રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.
જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ગઈકાલે ખોડીયાર કોલોની ખેતીવાડી ફાર્મ નજીક બાવરીવાસમાં જુગાર અંગે દરોડો પાડ્યો હતો, જ્યાં ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા હનીફ ઇસ્માઈલભાઈ સાટી, રાયમલ હાજીભાઈ સંધિ, અરુણ કાનાભાઈ કોળી અને વીરજીભાઈ લાલજીભાઈ સોલંકીની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 2,190 ની રોકડ રકમ અને ઘોડીપાસાનો સામાન કબજે કર્યો છે.



