गुजरात

જામનગરના અલિયાબાડા ગામ પાસેથી કોપર કેબલની ચોરી કરનાર તસ્કર બેલડી ઝડપાઇ | A gang of thieves who stole copper cable was caught near Aliabada village in Jamnagar



Jamnagar Theft Case : જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાંથી BSNLના કોપર કેબલની ચોરી કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.

બી.એસ.એન.એલ. કંપની દ્વારા અલિયાબાડા રોડ પર ખાડો ખોદીને તેમાંથી 400 પેરના આશરે 8 મીટર કોપર કેબલ રાખવામાં આવ્યો હતો, ત્યાંથી કોઈ તસ્કરો રૂપિયા 35 હજારની કિંમતના કેબલની ચોરી ગયા હોવાની બીએસએનએલના કર્મચારી સંજય મહાદેવભાઈએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, આથી પોલીસે તપાસ હાથ ધરી હતી. અને અલિયાબાડા ગામના મયુર ભાણાભાઈ વિરડા (26) અને જગદીશ ઉર્ફે જગો જેલાભાઈ રાઠોડ (26)ને ઝડપી લીધા હતા, અને તેમની પાસેથી રૂપિયા 35 હજારની કિંમતનો ચોરી કરેલો કેબલનો જથ્થો કબજે કરી લીધો હતો.



Source link

Related Articles

Back to top button