गुजरात
જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો દરોડો : 110 નંગ બિયરના ટીન પકડાયા, આરોપી ફરાર | Police raid residential building in Jamnagar: 110 beer tins seized accused absconding

![]()
Jamnagar Police : જામનગરમાં હવાઈ ચોક નજીક ભાનુશાળી વાસ શેરી નંબર એકમાં રહેતા ભૂમિત હરજીવનભાઈ ગંઢા નામના શખ્સ દ્વારા પોતાના રહેણાક મકાનમાં ઇંગલિશ દારૂ-બિયરનો જથ્થો ઉતારવામાં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે મોડી રાત્રે એલસીબીની ટુકડીએ દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન રહેણાક મકાનમાંથી 110 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા.
આથી એલસીબીની ટુકડીએ રૂપિયા 22,000ની કિંમતના બિયરના ટીનનો જથ્થો કબજે કરી લીધો છે, જ્યારે આરોપી ભૂમિત પોલીસના દરોડા સમયે ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કર્યો છે અને પોલીસ દ્વારા શોધ ખોળ હાથ કરવામાં આવી રહી છે.


