मनोरंजन

શાહરુખ ખાનના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ડૉન 3 કરવા તૈયાર થયો પણ મૂકી એક શરત | shah rukh khan don 3 return condition atlee director news


Shah Rukh Khan comeback in Don-3: ફરહાન અખ્તરની સુપરહિટ ફ્રેન્ચાઈઝી ‘ડોન 3’ ને લઈને છેલ્લા ઘણા સમયથી અવનવી અટકળો ચાલી રહી છે. અગાઉ શાહરૂખ ખાનના સ્થાને રણવીર સિંહ નવો ‘ડોન’ બનશે તેવી જાહેરાત થઈ હતી, પરંતુ હવે બોલિવૂડમાં એવી ચર્ચા છે કે મેકર્સ ફરી એકવાર અસલી ડોન એટલે કે શાહરૂખ ખાન પાસે પહોંચ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર, કિંગ ખાન ‘ડોન 3’માં વાપસી કરવા તૈયાર છે, પણ તેણે એક મોટી શરત મૂકી છે.

શું છે શાહરૂખ ખાનની મોટી શરત?

મીડિયા રિપોર્ટ્સ મુજબ, શાહરૂખ ખાને તેના આઇકોનિક રોલ માટે હા પાડી છે, પરંતુ તેણે ફરહાન અખ્તર સામે શરત મૂકી છે કે આ ફિલ્મમાં ‘જવાન’ના ડાયરેક્ટર એટલી(Atlee)ને પણ સામેલ કરવામાં આવે. શાહરૂખનું માનવું છે કે જો એટલી આ ફ્રેન્ચાઈઝીનો હિસ્સો બનશે, તો ફિલ્મનું સ્કેલ અને પ્રેક્ષકોમાં ઉત્તેજના અનેકગણી વધી જશે.

આ પણ વાંચો: ’10 કરોડ આપ નહીંતર જાનથી મારી નાખીશું…’, જાણીતા સિંગર બી પ્રાકને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી!

રણવીર સિંહનું પત્તું કપાયું?

અગાઉ એવી ચર્ચા હતી કે રણવીર સિંહ શાહરૂખને રિપ્લેસ કરશે, પરંતુ તેની ફિલ્મ ‘ધુરંધર’ની રિલીઝ બાદ તે પણ આ પ્રોજેક્ટમાંથી ખસી ગયો હોવાની અફવાઓ ઉડી હતી. ત્યારબાદ હૃતિક રોશનનું નામ પણ ચર્ચાયું હતું. પરંતુ હવે મેકર્સની છેલ્લી આશા ફરી શાહરૂખ ખાન પર આવીને અટકી છે.


શાહરુખ ખાનના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ડૉન 3 કરવા તૈયાર થયો પણ મૂકી એક શરત 2 - image



Source link

Related Articles

Back to top button