નારદીપુરમાં કારની ટક્કરે આધેડનું ગંભીર ઇજાઓના કારણે મોત | Middle aged man dies due to serious injuries after being hit by car in Nardipur

![]()
ઘટના સ્થળે લોકો ઉમટી પડયા ઃ કાર ચાલક સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી
કલોલ : કલોલ પાસેના નારદીપુર ગામે સાયકલ ઉપર પસાર થઈ રહેલા ઈસમને
કાર ચાલકે ટક્કર મારી હતી આ અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનો મોત થયું
હતું અકસ્માત અંગે પોલીસે કારચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ પાસેના નારદીપુર ગામે રહેતા
અશોકજી શંકરજી વાઘેલા ઘરેથી સાયકલ લઈને પોતાના ખેતરમાં જવા નીકળ્યા હતા તેઓ પોતાના
ખેતરમાં જઈને સાયકલ ઉપર ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે સોજા રોડ તરફથી એક કાર નંબર
જીજે ૦૯ ચુ ૨૩૭૪ ના ચાલકે તેમની સાયકલને ટક્કર મારી હતી આ અકસ્માતમાં અશોકજી
શંકરજી વાઘેલાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અકસ્માતને પગલે લોકોનું ટોળું એકત્ર
થઈ ગયું હતું ગંભીર રીતે ઇજાગ્રસ્ત અશોકજી વાઘેલાને સારવાર માટે પ્રથમ નારદીપુરના
સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર
માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું હતું
અકસ્માત અંગે પોલીસે રોનકસિંહ અશોકજી વાઘેલા ની ફરિયાદના આધારે અકસ્માત કરનાર
કારચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.



