પુતિન-નેતન્યાહૂ વચ્ચે મધ્યપૂર્વ અને ઈરાન અંગે ફોન પર લાંબી ચર્ચા | Putin Netanyahu hold long phone conversation on Middle East and Iran

![]()
– ઈરાન અને રશિયા વચ્ચે ગાઢ સંબંધો છે
– રશિયાના પ્રમુખે તે વિવાદોમાં મધ્યસ્થી થવાની તૈયારી દર્શાવી, સાથે તે વિસ્તારમાં સ્થિરતા અને શાંતિ સ્થાપવામાં મદદરૂપ થવા માટે પણ તૈયારી દર્શાવી
મોસ્કો : પ્રમુખ પુતિન અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે આજે (શુક્રવારે) મધ્યપૂર્વ અને ઈરાન અંગે ફોન ઉપર લંબાણપૂર્વક વાતચીત થઈ હતી.
ઉલ્લેખનીય છે કે અમેરિકાનાં પ્રચંડ યુદ્ધ જહાજો ઈરાનની સામે મધદરિયે આવીને ઊભાં તેના બીજા જ દિવસે પ્રમુખ પુતિન અને નેતન્યાહૂ વચ્ચે થયેલી લાંબી મંત્રણાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું મહત્ત્વ અપાઈ રહ્યું છે. તે સર્વવિદિત છે કે રશિયા અને ઈરાન વચ્ચે ગાઢસંબંધો છે.
મધ્યપૂર્વની તંગ પરિસ્થિતિ અમેરિકન યુદ્ધ જહાજો ગલ્ફ વિસ્તારમાં પહોંચતાં વધુ તંગ બની ગઈ છે.
આ બંને નેતાઓની મંત્રણા વિષે માહિતી આપતાં ક્રેમ્લીનનાં સંસાધનો જણાવે છે કે પ્રમુખ પુતિને મધ્યપૂર્વ તેમજ ઈરાન સાથેના ઇઝરાયલના તંગ સંબંધોમાં તંગદિલી દૂર કરવા માટે મધ્યસ્થી થવાની પણ પ્રમુખ પુતિને તૈયારી દર્શાવી હતી સાથે તેમ પણ કહ્યું હોવાનું જાણવા મળ્યું છે કે તે વિસ્તારમાં સલામતી અને સ્થિરતા જાળવવા માટે કરાતા રાજકીય અને રાજદ્વારી કાર્યવાહીઓનાં તેઓ સહભાગી થવા તૈયાર છે.
કેટલાંક વિશ્લેષકો તો સ્પષ્ટ રીતે જણાવે છે કે હકીકત તે પણ હોઈ શકે કે જ્યારથી અમેરિકા મધ્યપૂર્વ અને ઇરાનના અખાત તથા અરબી સમુદ્રમાં સક્રિય થયું ત્યારથી રશિયા તેમાં સક્રિય થવા લાગ્યું છે તેમ સ્પષ્ટ લાગે છે.

