राष्ट्रीय

ભારતમાં 242 ગેરકાયદે બેટિંગ વેબસાઇટ પર પ્રતિબંધ, ઓનલાઈન સટ્ટાબાજી વિરૂદ્ધ કેન્દ્રની કાર્યવાહી | India Bans 242 Illegal Betting Websites Over 7800 Gambling Sites Shut So Far



India Bans 242 Illegal Betting Websites : ભારત સરકારે ઓનલાઈન સટ્ટાબાજી અને બેટિંગ વેબસાઈટ સામે કાર્યવાહી કરીને 242 ગેરકાયદે વેબસાઈટ લિંકને બ્લોક કરી છે. સરકારી સૂત્રો મુજબ, ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ગેરકાયદે સટ્ટાબાજીના ફેલાવાને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

ભારતમાં 242 ગેરકાયદે બેટિંગ વેબસાઇટ પર પ્રતિબંધ

સરકારનું કહેવું છે કે, અત્યાર સુધીમાં 7,800 થી વધુ ગેરકાયદે સટ્ટાબાજી અને બેટિંગ વેબસાઇટ્સ બંધ કરવામાં આવી છે. ઓનલાઈન ગેમિંગ એક્ટ લાગુ થયા પછી આ પ્લેટફોર્મ્સ સામે કાર્યવાહીની ગતિ નોંધપાત્ર રીતે ઝડપી બની છે.

ઘણી ગેરકાયદે વેબસાઇટ્સ યુવાનોને સરળતાથી કમાણીની લાલચ આપીને બેટિંગ અને સટ્ટાબાજીમાં ફસાવી રહી હતી. આનાથી માત્ર નાણાકીય નુકસાન જ નહીં પરંતુ સામાજિક સમસ્યાઓ પણ વધી રહી હતી. જેને ધ્યાનમાં રાખીને સરકારે કડક દેખરેખ અને તાત્કાલિક કાર્યવાહી અપનાવી છે.

યુવાનોને છેતરપિંડીથી બચાવવાનો ધ્યેય 

આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય વપરાશકર્તાઓ, ખાસ કરીને યુવાનોને ઓનલાઈન છેતરપિંડી, નાણાકીય નુકસાન અને વ્યસન જેવી સમસ્યાઓથી બચાવવાનો છે. ગેરકાયદે પ્લેટફોર્મને નિયંત્રિત કરવા માટે ટેકનોલોજી અને કાયદા બંનેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: ફ્લિપકાર્ટમાં ₹ 14,440 કરોડમાં હિસ્સો વેચનાર અમેરિકન કંપનીએ ટેક્સ ચૂકવવો પડશે : સુપ્રીમ કોર્ટ

સરકારે સંકેત આપ્યો છે કે, આગામી સમયમાં પણ આ પ્રકારના પ્લેટફોર્મ્સ સામે કાર્યવાહી કરાશે. ઓનલાઈન સટ્ટાબાજી અને બેટિંગથી જોડાયેલી કોઈપણ ગેરકાયદે કન્ટેન્ટને પણ ચલાવી લેવામાં નહીં આવે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 



Source link

Related Articles

Back to top button