મ્યુનિ.કમિશનર સાથેની સંકલન સમિતિની બેઠકમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોના ગેરકાયદે બાંધકામને લઈ આક્ષેપો | In the coordination committee meeting with the Municipal Commissioner

![]()
અમદાવાદ,શનિવાર,17 જાન્યુ,2026
મહિનામાં એક વખત મળતી મ્યુનિસિપલ કમિશનર સાથેની સંકલન
સમિતિની બેઠકના સ્તરને ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો નિમ્ન કક્ષાએ લઈ જઈ રહયા છે.એલિસબ્રિજના
ધારાસભ્યે જમાલપુર વિસ્તારમાં આવેલી હેરીટેજ વાવની જગ્યામાં મકાનો બનાવી દેવામા આવ્યા હોવાની
રજૂઆત કરી હતી.દાણીલીમડાના ધારાસભ્યે
ગેરકાયદેસર બાંધકામને લઈ કોર્પોરેશન દ્વારા વારંવાર નોટિસ અપાયા પછી પણ આ
બાંધકામ તોડાતા નથી. શું બિલ્ડરો કોર્પોરેશનને હપ્તા આપે છે.જેવો ગંભીર આક્ષેપ
બેઠક પછી મિડીયા સાથેની વાતચીતમાં કર્યો હતો.
શનિવારે મળેલી સંકલન સમિતિની બેઠકમાં એલિસબ્રિજના ધારાસભ્યે
જમાલપુરમા આવેલી હેરીટેજ વાવની જગ્યામા બાંધકામો થઈ ગયા હોવાની રજૂઆત કરતા સંબંધિત
અધિકારીને મ્યુનિસિપલ કમિશનરે વાવની
જગ્યામાં થયેલા બાંધકામો વર્ષ-૧૯૮૫ પહેલાના છે કે પછીના તે અંગે તપાસ કરવા સુચના
આપી હતી. એલિસબ્રિજના ધારાસભ્યે જમાલપુરમાં જ મ્યુનિ.સ્કૂલબોર્ડની જગ્યામા ફરી એક
શેડ ઉભો કરી દેવામા આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉપરાંત આ જગ્યાનુ ભાડુ પણ હજુ
વસૂલવાનુ બાકી હોવાનુ કહયુ હતુ.દાણીલીમડાના ધારાસભ્યે કોર્પોરેશન દ્વારા સતત ત્રણ
વર્ષથી ગેરકાયદેસર બાંધકામ હોવા અંગેની નોટિસ બિલ્ડરને અપાયા પછી પણ કોર્પોરેશન
દ્વારા આવા બાંધકામ તોડાતા નહીં હોવાની
રજૂઆત સાથે બિલ્ડરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથેના મેળાપીપણાના
આક્ષેપને લઈ સોંપો પડી ગયો હતો.દરમિયાન જમાલપુર-ખાડીયાના ધારાસભ્યે એક વાતચીતમા
કહ્યું, એલિસબ્રિજના
ધારાસભ્યને માત્ર જમાલપુર વિસ્તારના બાંધકામ દેખાય છે.



