गुजरात
મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for stealing mobile tower batteries

![]()
સાણંદના રેથલ ગામમાં
સાણંદ જીઆઇડીસી પોલીસે ૨૪ બેટરી, પીકઅપ વાન સહિત ૩.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કયો
સાણંદ – સાણંદ જીઆઇડીસી પોલીસે રેથલ ગામની સીમમાં મોબાઇલ ટાવરના કેબીનમાંથી થયેલી ૨૪ નંગ બેટરીની ચોરીનો ગુનો ઉકેલી એક શખ્સને ઝડપી પાડયો છે.
રેથલ ગામના સીમ સર્વે નંબર ૫૭૮માં આવેલ ઇન્ડસ ટાવરમાંથી કોઈ અજાણ્યો શખ્સ ૨૪ નંગ બેટરીઓ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. પોલીસને બાતમી મળી હતી કે ચોરીનો મુદ્દામાલ લઈ એક શખ્સ બોલેરો પીકઅપ ડાલા સાથે માણકોલથી મખીયાવ ત્રણ રસ્તા તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે આરોપીને વિજયકુમાર રતીલાલ ચૌહાણ (ઉ.વ.૨૪ રહે, નાનોદરા (વાસણા) તા.બાવળાને મોબાઇલ ટાવરની ૨૪ બેટરી ( કિ.રૃ.૧,૨૦,૦૦૦) પીકઅપ (કિ.રૃ.૨,૦૦,૦૦૦) મળી કુલ કિ.૩,૨૦,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો.



