मनोरंजन

સાઈ પલ્લવીની પહેલી હિન્દી ફિલ્મ એક દિન આગામી મેમાં રજૂ થશે | Sai Pallavi’s first Hindi film Ek Din will release next May



– આમિરનો દીકરો જુનૈદ સાઈનો હિરો હશે

– સાઈ પલ્લવીની રણબીર સાથેની ફિલ્મ રામાયણ પણ આ વર્ષે રજૂ થવાની છે 

મુંબઈ : સાઈ પલ્લવીની રણબીર કપૂર સાથેની ‘રામાયણ’ ફિલ્મની રાહ જોવાઈ રહી છે. જોકે, તે પહેલાં તેની પહેલી  હિન્દી ફિલ્મ ‘એક  દિન’ આગામી મે માસમાં રજૂ થઈ જશે. 

મૂળ તો આમિર ખાને તેના દીકરા જુનૈદને ચમકાવવા માટે આ ફિલ્મ બનાવવાની છે. 

ફિલ્મમાં સાઈ પલ્લવી જુનૈદની હિરોઈન છે. સાઈ પલ્લવી ખુદ ‘શ્યામસિંઘ રોય’  તથા ‘અમરણ’ સહિતની  ફિલ્મોથી હિન્દી દર્શકોમાં લોકપ્રિય બની ચૂકી છે.  બીજી તરફ ‘મહારાજ ‘ ફિલ્મથી જુનૈદે પણ સૌની પ્રશંસા મેળવી હતી. હવે આ જોડીની રોમાન્ટિક ફિલ્મ પર  ટ્રેડ વર્તુળોની નજર છે. 

રણબીર  કપૂરની ‘રામાયણ’ ફિલ્મમાં સાઈ પલ્લવી સીતા માતાની ભૂમિકા ભજવી  રહી છે. તેનો આ ફિલ્મનો લૂક અગાઉ જ લોકપ્રિય બની ચૂક્યો છે. 



Source link

Related Articles

Back to top button