ગ્રીનલેન્ડનો પ્રશ્ન ગૂંચવાતો જાય છે : અમેરિકા દબાણ વધારે તો યુરોપ તેને કઈ રીતે બચાવશે ? | The Greenland issue is getting complicated: How will Europe save it if America increases pressure

![]()
– ન હોય ત્યાંથી ઊંબાડિયું કરવું તે ટ્રમ્પની ટેવ ‘નાટો’ તોડશે ?
– ગ્રીનલેન્ડ પર કબજો જમાવવાની ટ્રમ્પ તૈયારીઓ કરી રહ્યા છે, જર્મની, ફ્રાંસ, નોર્વે અને સ્વીડનના સૈનિકો ત્યાં પહોંચ્યા છે
નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ફરી ગ્રીનલેન્ડ અંગે અડીને ઉભા છે. તેમનો દાવો છે કે અમેરિકાની રાષ્ટ્રીય સલામતી માટે ગ્રીનલેન્ડ ઉપર અમેરિકાનો સીધો કબજો હોવો અનિવાર્ય છે. તે સિવાય અમેરિકા સુરક્ષિત નહીં રહી શકે. તે સિવાયની કોઈ વાત સ્વીકાર્ય જ નથી.
ટ્રમ્પની આ જિદ યુરોપ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે.
ડેન્માર્ક અને ગ્રીનલેન્ડે સ્પષ્ટ કહ્યું છે કે સાર્વભૌમત્વ અંગે કોઈ બાંધછોડ નહીં થઈ શકે.
યુરોપ પણ ડેન્માર્ક અને ગ્રીનલેન્ડની સાથે છે. પ્રશ્ન તે છે કે વોશિંગ્ટન આક્રમક વલણ અપનાવે તો યુરોપ પાસે બચાવ માટે વિકલ્પો શા છે ?
દરમિયાન જર્મની, ફ્રાંસ અને સ્વીડનના સૈનિકો ગ્રીનલેન્ડ પહોંચી ગયા છે.
બીજી તરફ ડેન્માર્કના વિદેશ મંત્રી લાર્સ બોકે રાસમુસેન અને ગ્રીનલેન્ડના વિદેશ મંત્રી વિવિયન મોઝફેલ્ટે વ્હાઈટ હાઉસમાં અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વાન્સ અને વિદેશ મંત્રી માર્કો રૂબિયો સામે, ગઈકાલે ૧૪મી જાન્યુઆરીએ મંત્રણા કરી હતી.
આ મંત્રણા પછી ડેન્માર્કે સ્પષ્ટ કહી દીધું છે કે, ૧. ગ્રીનલેન્ડની સ્થિતિ અંગે અમેરિકા અને ડેન્માર્ક વચ્ચે મૂળભૂત મતભેદો છે. ૨. બીજી તરફ ટ્રમ્પ તેના નિર્ણયમાંથી પાછા હઠવા માગતા નથી. ૩. કોલ્ડ વોર દરમિયાન થયેલી સમજૂતી પ્રમાણે અમેરિકાને ત્યાં સૈનિકો રાખવાનો ૧૯૫૧ થી અધિકાર મળ્યો છે.
અત્યારે ઉત્તર પશ્ચિમ ગ્રીનલેન્ડમાં યુએસનું સેના મથક છે. ત્યાં ૨૦૦ અમેરિકન સૈનિકો છે. આ મથક ઉપરથી સ્પેસ સર્વિલન્સ રેડાર, અર્લી વોર્ગ માટે કાર્યવાહી સતત ચાલતી જ રહી છે.
ડેન્માર્ક અને ગ્રીનલેન્ડનું કહેવું છે કે અમેરિકાને સલામતી મજબૂત જ કરવી હોય તો તે ત્યાં સૈનિકો તથા જાસૂસી ઉપકરણો સહિત અન્ય ઉપકરણોની સંખ્યા વધારી જ શકે છે.
આ સાથે ડેન્માર્કે તેમ પણ કહ્યું છે કે, આર્કટિક અને નોર્થ એટલાન્ટિકામાં સૈન્ય શકિત વધારી દેવામાં આવે પરંતુ તે બધુ નાટો સહયોગીઓની સાથે મળીને થઈ શકે.
ગ્રીનલેન્ડના રક્ષણ માટે જર્મની, ફ્રાંસ, નોર્વે અને સ્વીડનના સૈનિકો ત્યાં પહોંચી ગયા છે. નેધરલેન્ડ અને કેનેડા પણ સૈન્ય યુદ્ધાભ્યાસમાં સામેલ થયા છે. નાટો આર્કટિકમાં પોતાની હાજરીની સમીક્ષા કરી રહ્યું છે. આ એટલા માટે કરાય છે કે ગ્રીનલેન્ડનાં સાર્વભૌમત્વને સ્પર્શ્યા સિવાય પણ અમેરિકા તેની સલામતી મજબૂત કરી શકે છે.
યુરોપીય નેતાઓએ ત્રણ રણનીતી તારવી છે.
૧. વર્કીંગ ગ્રુપ : જેથી તંગદિલી ઘટે સાથે આર્કટિક એન્ટ્રી જેવું સર્વીલન્સ મિશન.
૨. ડીટરન્સ : ગ્રીનલેન્ડમાં યુરોપીય સૈનિકોની રોટેશનમાં તૈનાતી સ્થાનિક અનુમતિ સિવાય ખનન કરવા પણ કડક પ્રતિબંધ રીપબ્લિક સાંસદો અને અમેરિકન સીસ્ટીમ સાથે લોબિંગ કરવાનું પણ ઇ.યુ. કરી શકે.
૩.વેઈટ-એન્ડ વોચ : કેટલાક યુરોપીય નેતાઓ માને છે કે ટ્રમ્પનું ધ્યાન અત્યારે મોટે ભાગે ઇરાન ચૂંટણીમાં તથા ઘરેલુ રાજનીતિમાં છે. તેથી માત્ર દબાણ વધારવા જ ટ્રમ્પ આમ કહેતા હશે.
જો કે આર્કટિકમાં રશિયન અને ચાઈનીઝ પગ પેસારો વધતો જતો હોવાથી સાવચેતીના ભાગ રૂપે અમેરિકા ગ્રીનલેન્ડ પર સીધો કબજો રાખવા માગે છે. તેમ તો ટ્રમ્પે પહેલેથી જ કહ્યું છે. બીજું ત્યાં યુરોપિયન સહિત ઘણી રેર-અર્થસ છે. જો કે તે બરફના થર ઉપર થરની નીચે છે. તેથી કાઢવી મુશ્કેલ છે.
ટ્રમ્પનો દાવો છે કે રશિયા અને ચીન આર્કીટેકમાં સક્રિય છે. માટે ગ્રીનલેન્ડ અમેરિકાના મિસાઇલ ડિફેન્સ ગોલ્ડન ડોમ માટે જરૂરી છે.
ગ્રીનલેન્ડ અને ડેન્માર્ક સહિત યુરોપીયન દેશોનું કહેવું છે કે તે માટે ગ્રીનલેન્ડ કબજે કરવાની અમેરિકાને જરૂર જ નથી. તે સિવાય પણ તે ગ્રીનલેન્ડ અને ડેન્માર્કની અનુમતિથી તેમ કરી શકે છે. છતાં ટ્રમ્પ અડીયલ રહ્યા છે. તે ચિંતા ઉપજાવે છે. નાટો તેથી તૂટી પડેતેમ છે. તેવું વિશ્લેષકો કહે છે.

