दुनिया

ઈરાન પર ટ્રમ્પના નવા પ્રતિબંધ, ખામેનેઈના નજીકના સાથીઓ નિશાને, આઝાદીની માગને આપ્યું સમર્થન | US Sanctions 18 Entities for Aiding Iran’s Oil Money Laundering in 2026



US Sanctions Iran 2026: ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો વચ્ચે અમેરિકાએ એક મોટું પગલું ભર્યું છે. અમેરિકાએ ઈરાનના અનેક અધિકારીઓ પર નવા પ્રતિબંધો લાદ્યા છે, જેમાં તેમના પર શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી કરવાનો અને તેમના અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ગુરુવારે(15 જાન્યુઆરી) આ કાર્યવાહી કરી હતી.

અમેરિકાએ સુપ્રીમ કાઉન્સિલ ફોર નેશનલ સિક્યુરિટીના સેક્રેટરી પર નિશાન સાધ્યું છે, અને આરોપ લગાવ્યો છે કે તેમણે વિરોધીઓ સામે હિંસા માટે હાકલ કરી હતી. આ ઉપરાંત, અમેરિકાએ 18 લોકો અને કંપનીઓ પર પ્રતિબંધ લગાવી દીધા છે, જે ઈરાનની નાણાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા ગુપ્ત બેંકિંગ નેટવર્કનો ભાગ હોવાનું માનવામાં આવે છે. 

ઈરાનના લોકો સાથે અમેરિકા 

આ મામલે અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેંટે કહ્યું કે, ‘અમેરિકા ઈરાનના લોકોની સ્વતંત્રતા અને ન્યાયની માગને સમર્થન આપે છે. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનોને દબાવવાનો પ્રયાસ કરનારાઓ સામે કાર્યવાહી જરૂરી છે.’

આ પણ વાંચો: યુદ્ધના ભણકારા વચ્ચે ઈરાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બચાવશે ભારત! વિદેશ મંત્રાલયની તૈયારીઓ શરૂ

આ પ્રતિબંધોના પરિણામે યુનાઇટેડ સ્ટેટ્સમાં લોકો અને કંપનીઓની સંપત્તિ જપ્ત થઈ શકે છે અને તેમને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વ્યવસાય કરવાથી અટકાવી શકાય છે. જો કે, યુનાઇટેડ સ્ટેટ્સે સ્વીકાર્યું છે કે આ પ્રતિબંધો મોટાભાગે પ્રતીકાત્મક છે, કારણ કે અસરગ્રસ્ત લોકો પાસે યુનાઇટેડ સ્ટેટ્સમાં વધુ ધન કે સંપત્તિ નથી.



Source link

Related Articles

Back to top button