दुनिया
ખોટું બોલ્યા તો ખુરશી ગઈ : સિંગાપુરના વડાપ્રધાને પ્રીતમસિંહને વિપક્ષી નેતા પદેથી હઠાવ્યા


– રીપોર્ટ પ્રમાણે પ્રીતમ સિંહે સંસદની સમિતિ સમક્ષ ખોટી જુબાની આપી હતી તેથી સંસદની ગરિમા ઘટાડવાનો આક્ષેપ છે
સિંગાપુર : સિંગાપુરના રાજકારણ અગે મહત્ત્વના સમાચાર મળ્યા છે પંજાબ મૂળના વિપક્ષી નેતા પ્રીતમસિંહને સિંગાપુરના વડાપ્રધાન લોરેન્સ વોંગે ગુરૂવારે (તા. ૧૫મીએ) વિપક્ષી નેતા પદેથી દૂર કર્યા છે. પ્રીતમસિંહ ઉપર એવો આક્ષેપ છે કે, તેમણે ૧૪મી જાન્યુઆરીએ સંસદીય સમિતી સમક્ષ આપેલી જુબાનીમાં તેઓ ખોટું બોલ્યા હતા.
આ જાણી વડાપ્રધાન વોંગે તેમને તત્કાળ વિપક્ષી નેતા પદેથી હઠાવ્યા હતા અને કહ્યું હતું કે, તેમની કાર્યવાહી, કાનૂનના શાસન (રૂલ ઑફ લૉ) સંસદની ગરિમા અને પ્રતિષ્ઠા ઉપર ડાઘ સમાન હોઈ તેમને તે પદ ઉપર રહેવાને લાયક નથી.

