गुजरात

જામનગર નજીક ધુવાવમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રિફ્રેશમેન્ટ ટ્રેનિંગ કેમ્પનું સફળતા પૂર્વક આયોજન કરાયું | Refreshment training camp successfully organized by Gujarat State Yoga Board in Dhunvav Jamnagar



જામનગર નજીક ધુવાવ સ્થિત ગ્રામ્ય સ્વરોજગાર તાલીમ કેન્દ્રમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના તમામ ટ્રેનરો માટે રિફ્રેશમેન્ટ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગમાં અલગ–અલગ વિષયો અને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત સવારે પ્રેક્ટીકલ સેશનથી કરવામાં આવી હતી. સવારે 10:00 વાગ્યે રોગોની મુક્તિ માટે યોગાસનો કેવી રીતે અસરકારક બની શકે, તેમજ વિવિધ રોગોને અટકાવવા યોગની ભૂમિકા વિષે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ સત્રમાં આયુર્વેદ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રિન્સિપલ ડૉ. ગીરીરાજસિંહ તથા સમર્પણ હોસ્પિટલના ડો. ધ્યુતિ પંડ્યા દ્વારા યોગ અને આરોગ્ય વિષયક અદભુત તથા ઉપયોગી જ્ઞાન તમામ ટ્રેનરોને આપવામાં આવ્યું હતું.

ટ્રેનિંગ દરમિયાન તમામ ટ્રેનરો માટે સવારે નાસ્તો, બપોરનું ભોજન તેમજ સાંજે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુવ્યવસ્થિત રીતે અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

આ રિફ્રેશમેન્ટ ટ્રેનિંગથી તમામ ટ્રેનરોને નવું જ્ઞાન પ્રાપ્ત થયું તેમજ યોગ શિક્ષણમાં વધુ પ્રેરણા અને ઉત્સાહનો અનુભવ થયો હોવાનું ટ્રેનરો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જામનગર જિલ્લાના કોર્ડિનેટર ર્ષિતા મહેતાની અધ્યક્ષતામાં યોજાયેલા સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



Source link

Related Articles

Back to top button