જામનગર જિલ્લાના ધ્રોલમાં એક સોની વેપારીની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી લઈ 17 લાખથી વધૂના દાગીના ઉઠાવી જતાં ભારે ચકચાર | Smugglers stole jewellery worth over Rs 17 lakh from a gold merchant shop in Dhrol

![]()
જામનગર જિલ્લાના ધ્રોલમાં એક સોની વેપારીની દુકાનમાં ચોરી થયાની અને તસ્કરો દિવાલમાં બાકોરૂ પાડી રૂપિયા 17.56 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયાની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાવતાં ભારે ચકચાર જાગી છે. સીસીટીવી કેમેરામાં દેખાયેલા ૩ તસ્કરોને શોધવા માટે ધ્રોળ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જોડીયા તાલુકાના હડિયાણા ગામમાં રહેતા અને ધ્રોલમાં નગરપાલિકાની કચેરી નજીક સોની કામની દુકાન ધરાવતા પ્રકાશભાઈ હેમંતલાલ ભીંડી નામના સોની વેપારીએ ગઈકાલે ધ્રોળ પોલીસ મથક નો સંપર્ક સાધ્યો હતો, અને પોતાની દુકાનમાંથી તસ્કરો કુલ રૂપિયા ૧૭,૫૮૦૦૦ ના સોના ચાંદીના ઘરેણા ની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર તસ્કરોએ ગઈકાલે ૧૪ જાન્યુઆરીના રાત્રિના 11:30 વાગ્યા આસપાસના સમયગાળા દરમિયાન કોઇ તસ્કરોએ પાછળની દીવાલમાં બાકોરું પાડી લઈ અંદર પ્રવેશ મેળવી લીધો, હતો અને શોકેસમાં રાખેલા તેમજ તિજોરીમાં રાખેલા કુલ 17.56 લાખની કિંમતમાં સોના ચાંદીના દાગીનાની ચોરી કરી લઈ ગયા હતા.
જે ફરિયાદ બાદ ધ્રોળના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. રાઠોડ અને તેઓની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી તપાસનો ધમ ધમાટ શરૂ કરાયો હતો. ત્રણ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાથી તેના વર્ણનના આધારે ધ્રોલ પોલીસે ગઈ રાતે કોમ્બિંગ હાથ ધર્યું છે, અને તસ્કરો ને શોધવા માટેની વાયત શરૂ કરી દીધી છે.


