गुजरात
વડોદરામાં ઉત્તરાયણ સૌથી ઠંડો દિવસ, તાપમાન ગગડીને 10 ડીગ્રી નોંધાયું | Uttarayan was the coldest day in Vadodara temperature dropped to 10 degrees

![]()
વડોદરામાં ઠંડીનો પારો ઉત્તરાયણની રાત્રે અચાનક ગગડ્યો હતો. ગઈ રાત્રે તાપમાન 10 ડિગ્રીથી પણ નીચે નોંધાયુ હતું. જે સીઝનનો કોલડેસ્ટ ડે ગણાય છે. ગઈકાલે ઠંડીનો પારો 14.4 ડિગ્રી હતો જેમાં આજે અચાનક ચાર ડિગ્રી કરતા પણ વધુ ઘટીને 10 ડિગ્રી તાપમાન પહોંચી ગયું હતું.
ઉલ્લેખનીય છે કે અગાઉ તારીખ તાપમાન 11.2 ડિગ્રી સૌથી ઓછું નોંધાયુ હતું. ત્યારબાદ આજે તેનાથી પણ તાપમાન 10 ડિગ્રી પહોંચી ગયું છે.



