गुजरात

ઉત્તરાયણની પૂર્વ રાત્રે મકરપુરામાં યુવકની હત્યા: આરોપી પિતા પુત્ર સહિત ત્રણની ધરપકડ | Youth murdered in Makarpura on the night before Uttarayan 3 accused arrested



મકરપુરા જશોદા કોલોની માં રહેતા સુશીલાબેન પટેલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું મારા ત્રણ સંતાનો સાથે રહું છું મારા પતિનું અવસાન થયું છે. મારા દિયર અનુપભાઈ હાલોલની કંપનીમાં નોકરી કરે છે. તેઓ તેમના પત્ની અને બાળકો સાથે મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે આમ્રપાલી કોમ્પલેક્ષમાં રહે છે. મારા પતિના અવસાન બાકીઓ અવારનવાર અમારા ઘરે કરવા માટે આવે છે બસ \ની તારીખે મારી દીકરી અંશતાની બર્થડે હોય મારા બિયાર માણસ ભાઈ રાત્રે ના 9:30 વાગે અમારા ઘરે આવ્યા હતા. vivo 15 20 મિનિટ બેસીને બર્થ ડે વિશ કરીને ઘરની બહાર નીકળતા હતા હું તેમને જાશે ઘરની બહાર આવી વાતચીત કરતી હતી ત્યારબાદ તેઓ ચાલને રોડ પર ઉતર્યા હતા તે દરમિયાન અમારી બાજુમાં રહેતા રાહુલ યાદવ અને એક વ્યક્તિ આવ્યા હતા રાહુલે મારા દિયર સાથે બોલાચારી કરી તમાશા મારી દીધા હતા, જેથી મેં તેઓને છોડાવ્યા હતા દરમિયાન અનુપભાઈના મિત્રદોલતભાઈ આવી જતા તેઓ વાતચીત કરતા હતા જેથી હું ઘરની અંદર જતી રહી હતી.

થોડીવાર પછી ફરીથી ઝઘડો થતા અમે ઘરની બહાર આવીને જોતા રાહુલ ફરીથી મારા દિયર સાથે ઝઘડો કરતો હતો. તેવામાં રાહુલ ના પિતા મનુ યાદવ તથા સુભાષ યાદવ આવી ગયા હતા તેઓએ પણ મારા દિયરને મારવાનું શરૂ કર્યું હતું મારા દિયર ભાગીને ઘરમાં જતા રહેતા તેઓ મારા દિયરની પાછળ ઘરમાં ઘૂસ્યા હતા અને મારા દિયરને માર્યો હતો. મારા દિયર નું માથું લોખંડની જાળી સાથે અફાળતા તેઓ નીચે પડી ગયા હતા. પોલીસને ફોન કરતા આરોપીઓ ભાગી ગયા હતા. મેં ઘરમાં જઈને જોયું તો મારા દિયર બેભાન હાલતમાં પડ્યા હતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ડોક્ટરે મરણ થયું હોવાનું જણાવ્યું હતું. મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button