गुजरात
સુરતથી પોતાના વતન કાલાવડ મકર સંક્રાંતિએ આંટો દેવા આવેલા 28 વર્ષના યુવાનનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ નીપજતાં પરિવારમાં ભારે ગમગીની | Jamnagar 28 year old youth dies of heart attack

![]()
જામનગર જિલ્લામાં યુવા વયે હૃદય રોગના હુમલા થી મૃત્યુના બનાવમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે, અને ગઈકાલે વધુ એક યુવાનનું હૃદય થંભી જતાં મૃત્યુ નિપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.
કાલાવડ તાલુકાના છતર ગામ ના રહેવાસી અને હાલ સુરતમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરવા માટે ગયેલા નરેન્દ્ર રણછોડભાઈ અકબરી નામના 28 વર્ષના યુવાનને ગઈકાલે પોતાના ઘેર એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેને કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.જ્યાં બેશુદ્ધ બની ગયા બાદ તેને હૃદય રોગનો હુમલો આવી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું હતું.
મૃતક યુવાન તાજેતરમાં મકર સંક્રાંતિના તહેવારને લઈને પોતાના ઘેર આંટો દેવા આવ્યો હતો, દરમિયાન આ બનાવ બની ગયો હતો. જેને લઈને મૃતકના પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે.



