राष्ट्रीय

10મું પાસ લોકો માટે RBIમાં બમ્પર ભરતી, 572 જગ્યા ખાલી, જાણો પગાર-વયમર્યાદા વિશે | rbi office attendant recruitment 2026 notification out apply online 572 posts


RBI Office Attendant Recruitment 2026:  રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI) દ્વારા ધોરણ 10 પાસ યુવાનો માટે નોકરીની મોટી તક બહાર પાડવામાં આવી છે. RBIએ 15 જાન્યુઆરી, 2026ના રોજ ‘ઓફિસ અટેન્ડન્ટ’ની 572 જગ્યાઓ માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

ભરતીની મુખ્ય વિગતો

વિગત માહિતી
સંસ્થાનું નામ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)
પોસ્ટનું નામ ઓફિસ અટેન્ડન્ટ
કુલ જગ્યાઓ 572
શૈક્ષણિક લાયકાત 10 પાસ (એસ.એસ.સી./મેટ્રિક્યુલેશન)
અરજી કરવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી, 2026
પરીક્ષાની તારીખ 28 ફેબ્રુઆરી અને 1 માર્ચ 2026
પગાર ધોરણ આશરે રૂ. 46,029/- પ્રતિ માસ (કુલ ભથ્થા સાથે)

અમદાવાદ ઓફિસ માટે ખાલી જગ્યાઓ

ગુજરાતના ઉમેદવારો માટે ખુશીના સમાચાર એ છે કે અમદાવાદ ઓફિસ માટે પણ જગ્યાઓ ફાળવવામાં આવી છે. અમદાવાદમાં કુલ 15 જગ્યાઓ(બેકલોગ સાથે) પર ભરતી કરવામાં આવશે.

લાયકાતના ધોરણો (Eligibility Criteria)

વય મર્યાદા: ઉમેદવારની ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ (01/01/2026 ના રોજ). અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળશે.

શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર જે તે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના બોર્ડમાંથી 10મું ધોરણ પાસ હોવો જોઈએ.

મહત્ત્વની શરત: ગ્રેજ્યુએટ(સ્નાતક) થયેલા ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકશે નહીં. માત્ર અંડર-ગ્રેજ્યુએટ ઉમેદવારો જ પાત્ર છે.

ભાષાનું જ્ઞાન: ઉમેદવાર જે ઓફિસ માટે અરજી કરે છે તે રાજ્યની પ્રાદેશિક ભાષા(ગુજરાત માટે ગુજરાતી) લખતા, વાંચતા અને બોલતા આવડવી ફરજિયાત છે.

આ પણ વાંચો: નોકરી ચોર, વિઝા સ્કેમર… અમેરિકામાં ભારતીયોને કરાયા ટારગેટ, ટ્રમ્પની નીતિઓએ માહોલ બગાડ્યો

પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પદ્ધતિ

પસંદગી ઓનલાઈન ટેસ્ટ અને લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ(LPT) દ્વારા કરવામાં આવશે. ઓનલાઈન પરીક્ષામાં નીચે મુજબના વિષયો રહેશે:

રિઝનિંગ (30 પ્રશ્નો)

જનરલ ઇંગ્લિશ (30 પ્રશ્નો)

જનરલ અવેરનેસ (30 પ્રશ્નો)

ન્યુમેરિકલ એબિલિટી (30 પ્રશ્નો) કુલ 120 પ્રશ્નો માટે 90 મિનિટનો સમય આપવામાં આવશે. ખોટા જવાબ માટે 1/4 નેગેટિવ માર્કિંગ રહેશે.

અરજી ફી

SC/ST/PwBD/EXS: રૂ. 50/- (માત્ર ઇન્ટીમેશન ચાર્જીસ)

General/OBC/EWS: રૂ. 450/- (પરીક્ષા ફી + ઇન્ટીમેશન ચાર્જીસ)

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારો RBIની ઓફિશિયલ વેબસાઇટ rbi.org.in પર ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી, 2026 છે.

10મું પાસ લોકો માટે RBIમાં બમ્પર ભરતી, 572 જગ્યા ખાલી, જાણો પગાર-વયમર્યાદા વિશે 2 - image



Source link

Related Articles

Back to top button