मनोरंजन

હની સિંહે ફરી વિવાદિત નિવેદન કરતાં લોકો ભડક્યા, કહ્યું- થોડીક તો શરમ રાખો… | honey singh got trolled for cheap comment in nanku karun concert in delhi


Honey Singh Trolled: જાણીતો સિંગર અને રેપર યો યો હની સિંહ ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે મુશ્કેલીમાં મુકાયો છે. 14 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં આયોજિત એક કોન્સર્ટ દરમિયાન હની સિંહે મંચ પરથી અત્યંત અશોભનીય અને વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. દિલ્હીની કડકડતી ઠંડી વિશે વાત કરતા તેણે જાહેરમાં એવી બિભત્સ વાત કરી દીધી કે ત્યાં હાજર લોકો પણ ચોંકી ગયા હતા. આ નિવેદનનો વીડિયો વાઇરલ થતા જ લોકોએ તેને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.

યુઝર્સનો આક્રોશ: ‘કૂલ’ દેખાવા માટે હની સિંહે મર્યાદા વટાવી

સોશિયલ મીડિયા યુઝર્સ હની સિંહના આ વર્તન પર ભારે રોષ ઠાલવી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે ‘કૂલ’ દેખાવાના ચક્કરમાં હની સિંહ સસ્તી લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. કેટલાક યુઝર્સે એવી પણ શંકા વ્યક્ત કરી છે કે તે નશામાં હોઈ શકે અથવા તો માત્ર ચર્ચામાં રહેવા માટે જાણીજોઈને આવું બોલ્યા છે.

એક યુઝરે લખ્યું કે, ‘જ્યારે કરિયર બરાબર ચાલતું ન હોય ત્યારે ચર્ચામાં રહેવા માટે લોકો કંઈ પણ બોલે છે.’ તો અન્ય એક ફેને નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, ‘એક મોટા કલાકારે સ્ટેજ પર બોલતી વખતે પોતાની જવાબદારી સમજવી જોઈએ અને થોડી મર્યાદા રાખવી જોઈએ.’

આ પણ વાંચો: Box Office Collection: ચિરંજીવીની આ ફિલ્મે રણવીર સિંહની ‘ધુરંધર’ને પછાડી, માત્ર બે જ દિવસમાં 100 કરોડનો આંકડો પાર

બોયકોટની માંગ

આ પહેલીવાર નથી જ્યારે હની સિંહ વિવાદોમાં ઘેરાયો હોય, અગાઉ પણ તેના ગીતોના લિરિક્સ અને નિવેદનોને લઈને અનેકવાર હોબાળો થઈ ચૂક્યો છે. હાલમાં આ સમગ્ર વિવાદ પર હની સિંહ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આવી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તેને બોયકોટ કરવાની અને માફી માંગવાની માંગ ઉઠી રહી છે.


હની સિંહે ફરી વિવાદિત નિવેદન કરતાં લોકો ભડક્યા, કહ્યું- થોડીક તો શરમ રાખો... 2 - image



Source link

Related Articles

Back to top button