राष्ट्रीय

શું માઈનસ 40 સ્કોરવાળાને પણ મળી શકશે એડમિશન? NEET PG ના કટ-ઓફમાં ઘટાડો | NEET PG 2025 cut off lowered to 40 to fill vacant seats


NEET PG cut-off: ‘નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ’ (NBEMS) એ NEET PG 2025 ના ક્વોલિફાઇંગ પર્સન્ટાઇલમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી હવે હજારો વધુ MBBS સ્નાતકો MD અને MS ની બેઠકો માટે સ્પર્ધા કરી શકશે. મેડિકલ PG કોર્સિઝમાં 18,000 થી વધુ ખાલી બેઠકો ભરવા માટે આ નિર્ણય લેવાયો છે. જો કે નવી કટ ઓફ ઇશ્યુ કરવામાં આવી છે તે મામલે પણ વિવાદ પેદા થઇ ગયો છે. નિષ્ણાતોનું માનવું છે કે, ક્વોલિફાઇંગ સ્કોર આટલો ઓછો રાખવાથી કોઈ પણ વ્યક્તિ નીટ-પીજીમાં એડમિશન મેળવી શકશે, જે ખૂબ જ જોખમી સાબિત થઇ શકે છે. 

નવા કટ-ઓફ સ્કોર/પર્સન્ટાઇલ

નવી જાહેરાત મુજબ સામાન્ય કેટેગરી (General Category) માટે કટ-ઓફ 50 પર્સન્ટાઇલથી ઘટાડીને 7 પર્સન્ટાઇલ કરાયો છે, એટલે કે ક્વોલિફાઇંગ સ્કોર 276થી ઘટીને 103 થઇ ચૂક્યો છે.

બીજી બાજુ, અનામત કેટેગરી (SC,ST અને OBC/Reserved Category) માટે કટ-ઓફ 40થી ઘટાડીને ‘શૂન્ય’ (Zero) કરી દેવાયો છે, જેનો અર્થ છે કે હવે માઇનસ 40 સ્કોર મેળવનારા લોકો પણ ત્રીજા રાઉન્ડમાં સામેલ થઈ શકે છે. 

શું માઈનસ 40 સ્કોરવાળાને પણ મળી શકશે એડમિશન? NEET PG ના કટ-ઓફમાં ઘટાડો 2 - image

શું છે મામલો?

મેડિકલ કાઉન્સેલિંગના બીજા રાઉન્ડના અંતે દેશભરમાં વિવિધ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ પ્રોગ્રામ્સમાં 18,000 થી વધુ બેઠકો ખાલી રહી હતી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ સરકારને રજૂઆત કરી હતી કે આટલી મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહેવાથી ભવિષ્યમાં નિષ્ણાત ડોક્ટરોની અછત સર્જાઈ શકે છે. આ વિનંતીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કટ-ઓફ ઘટાડવાનો નિર્ણય લીધો છે.

NEET-PG 2025 ના પરિણામો 19 ઓગસ્ટ 2025 ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં 9 જાન્યુઆરી 2026 ના રોજ લખેલા એક પત્રમાં સ્વાસ્થ્ય મંત્રાલયે લઘુત્તમ ક્વોલિફાઇંગ પર્સેન્ટાઇલમાં ઘટાડાને મંજૂરી આપી હતી. ત્યાર બાદ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ (NBEMS) દ્વારા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં નિર્દેશ બાદ NEET PG 2025 ક્વોલિફાઇંગ કટ ઓફને અધિકારીક રીતે રિવાઇઝ કર્યું હતું. આ નિર્ણય 2025-26 શૈક્ષણિક સત્ર માટે કાઉન્સિલીંગના ત્રીજા રાઉન્ડમાં ભાગ લેનારા કેન્ડિડેટ્સ પર લાગુ થશે. 

હવે લોકો આરોપ લગાવી રહ્યા છે કે, એક એવો વ્યવસાય જે સીધો જ માણસનાં જીવન અને મૃત્યુ સાથે જોડાયેલો છે, ત્યાં ક્ષમતાનું સ્તર ઘટવું ખુબ જ અયોગ્ય અને જોખમી છે. તેવામાં જાણીએ કે સરકારનો આ નિર્ણય છે શું અને શું તે સાચે જ જે લોકોને માઇનસ  40 સુધીનાં નંબર આવશે, તેમનું પણ નીટ પીજીમાં એડમિશન થઈ જશે. 

શું માઈનસ 40 સ્કોરવાળાને પણ મળી શકશે એડમિશન? NEET PG ના કટ-ઓફમાં ઘટાડો 3 - image

IANS

NEET માં કઇ રીતે થાય છે એડમિશન?

ડોક્ટર્સ બનવા માટે બે ભાગમાં અભ્યાસ કરવાનો હોય છે. સૌથી પહેલા નીટ-યૂજીની પરીક્ષા હોય છે. ત્યાર બાદ ઉમેદવાર એમબીબીએસનો અભ્યાસ કરે છે. ત્યારબાદ સ્પેશ્યલાઇઝેશન માટે નીટ પીજીની પરીક્ષા આપવાની હોય છે. તેમાં પાસ થયા બાદ ત્રણ વર્ષનો માસ્ટર્સ પ્રકારનો કોર્ષ હોય છે. તેવામાં જો -40 નંબર વાળો વિવાદિત મામલો છે તે નીટ પીજી પરીક્ષા સાથે જોડાયેલો છે. 

શું સાચે જ માઇનસ 40 નંબર વાળા વ્યક્તિનું થશે એડમિશન

આ વખતે સરકાર તરફથી સીટો વધારી દેવાઇ, પરંતુ નજીકમાં કોલેજ ન મળવા, સ્પેશ્યલાઇઝેશન માટે મનપસંદ ડિપાર્ટમેન્ટ ન મળવાના કારણે અનેક સીટો ખાલી રહે છે. હવે તેના પર એડમિશન લેવા માટે કટ ઓફને ઘટાડવામાં આવ્યું છે. જો કે સામાન્ય રીતે આ ખાલી સીટો હોય છે, જ્યાં ખુબ જ ઓછા લોકો એડમિશન લેવા ઇચ્છે છે. તેવામાં તે સીટોને ભરવા માટે તમારે વધારે નંબરની જરૂર નથી અને જે રિઝર્વ્ડ કેટેગરીના ઉમેદવારોને -40 સુધીના નંબર મળ્યા છે, તેનું પણ એડમિશન થઇ જશે. 

શું માઈનસ 40 સ્કોરવાળાને પણ મળી શકશે એડમિશન? NEET PG ના કટ-ઓફમાં ઘટાડો 4 - image

અગાઉ પણ આવું થઈ ચૂક્યું છે

ખાસ વાત છે કે, એવું નથી કે આ પહેલી વાર થયું છે, અગાઉ પણ આવું થઈ ચૂક્યું છે. પહેલા પણ કટ ઓફને ઘટાડવામાં આવી ચુક્યો છે. જો ગત વર્ષની જ વાત કરીએ તો એડમિશન પ્રોસેસમાં કટ ઓફ 5 પર્સેન્ટાઇલ સુધી કરી દેવાયું હતું અને આ વખતે તેને 0 કરી દેવાયું છે. જો કે પહેલા 0 નહોતું કરાયું. આ વખતે સીટો વધવાને કારણે શૂન્ય સુધી પહોંચી ચૂક્યું છે.

મેડિકલ સિસ્ટમ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે: શિક્ષણવિદ

જો કે, આ નિર્ણયનો વિરોધ પણ થઇ રહ્યો છે. જાણીતા શિક્ષણવિદ કેશવ કુમાર અગ્રવાલે આ અંગે કહ્યું કે, ‘લોકો એડમિશન લેવાનું કેમ ટાળી રહ્યા છે? આ દર્શાવે છે કે મેડિકલ સિસ્ટમ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. જે પરીક્ષામાં ટોપરે 800 માંથી 707 માર્ક્સ મેળવ્યા હોય, ત્યાં હવે માઈનસ (-40) માર્કસ મેળવનારને પણ એડમિશન મળી જશે. આ તો માત્ર પરીક્ષામાં બેસવા બદલ એડમિશન આપવા જેવી વાત છે.’

માઈનસ માર્કસ વાળા ડોક્ટર બનશે, તો તે દર્દીઓનું શું ઈલાજ કરશે: FAIMA

બીજી બાજુ, ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA) ના ડો. રોહન કૃષ્ણને પણ વિરોધ કરતા કહ્યું કે, ‘ઝીરો પર્સન્ટાઇલ કટ-ઓફનો અર્થ એ છે કે જે ઉમેદવારના માર્કસ માઇનસમાં છે તેને પણ પ્રવેશ મળશે. જો માઈનસ 40 માર્કસ મેળવનાર વ્યક્તિ ડોક્ટર કે સર્જન બનશે, તો તે દર્દીઓનું શું ઈલાજ કરશે અને કેવી સર્જરી કરશે?’



Source link

Related Articles

Back to top button