‘ઈરાનમાં લોહિયાળ જંગ માટે ટ્રમ્પ અને વિદેશી શક્તિઓ જવાબદાર’, રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનું વિસ્ફોટક નિવેદન | Iran Protest Iran President Masoud Pezheshkian statement on Trump Iran Latest Update

![]()
Iran Protest Update: ઈરાનમાં આંદોલનની સ્થિતિ હવે વધુ વણસી શકે છે, એક તરફથી ટ્રમ્પ આંદોલનકારીઓને ખુલ્લેઆમ ‘મદદ રસ્તામાં છે પ્રદર્શન ચાલુ રાખો’ કહી મદદ કરી રહ્યા છે તો બીજી તરફ ઈરાનમાં પ્રદર્શન કરી રહેલા 26 વર્ષીય યુવક ઈરફાન સુલતાનીને ફાંસી માચડે ચડાવવાનો તાલિબાની નિર્ણય લેવાતા વિરોધની આગ વધુ ભડકી શકે છે!
‘બહારની તાકાતો જવાબદાર’: ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ
તેવામાં આજે 14 જાન્યુઆરીના રોજ ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પલટવાર કર્યો છે, કહ્યું કે, ‘ઈરાનમાં જે પણ થઈ રહ્યું છે તેના માટે બહારની તાકાતો જવાબદાર છે, બીજી તરફ એ પણ સ્વીકાર્યું કે જો લોકોની વાતો સાંભળવામાં આવી હોત તો સત્તાપક્ષ સામે આંદોલન ન થયું હોત, સમાજના દરેક વર્ગનો અવાજ સાંભળવો જ જોઈએ, આ મુશ્કેલીનું સમાધાન કાઢવું ખૂબ જ જરૂરી છે.’
‘અમેરિકા અને ઈઝરાયલ ઈરાનમાં સ્થિતિ ગરબડ કરવા માંગે છે’
વધુમાં તેમણે કહ્યું કે, ‘અમેરિકા અને ઈઝરાયલ રમખાણના આદેશો આપી ઈરાનમાં અફરાતફરી ફેલાવી ગરબડ કરવામાં માંગે છે, રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને છેલ્લે અપીલ કરી છે કે હિંસા ફેલાવનારા તત્વો અને આતંકવાદીઓથી લોકો દૂર રહે. અમે પ્રદર્શનકારો સાથે વાતચીત કરવા તૈયાર છીએ, અધિકારીઓ પણ તેમની વાતો સાંભળશે.’
‘મદદ રસ્તામાં છે’: રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ
મહત્વનું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે 13 જાન્યુઆરીએ કહ્યું હતું કે, ‘ જ્યાં સુધી વિરોધ કરનાર આંદોલનકારીઓની હત્યા બંધ નહીં થાય ત્યાં સુધી ઈરાની અધિકારીઓ સાથેની તમામ બેઠક મેં રદ કરી દીધી છે. મદદ રસ્તા છે, જો કે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખે એ ચોખવટ નથી કરી કે મદદ રસ્તામાં છે તેનો સટીક મતલબ શું થાય? ટ્રમ્પના આ નિવેદનથી ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો છે. આ પહેલા પણ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકન સેના ઈરાન સામે કડક કાર્યવાહી કરવાનો વિચાર કરી રહી છે.
ચાર-પાંચ દિવસમાં જ ઈરફાન સુલતાનીને ફાંસી સજા
તાજા અહેવાલો મુજબ, માત્ર 26 વર્ષના યુવાન ઈરફાન સુલતાનીને આજે બુધવારે ફાંસી અપાઈ શકે છે. ઈરફાન પર ‘ઈશ્વર સામે જંગ'(Waging war against God) છેડવાનો આરોપ મૂકાયો છે. ઈરફાન સુલતાનીની ધરપકડ 8 જાન્યુઆરી, 2026ના રોજ તેહરાન પાસે આવેલા કરજ શહેરમાંથી કરાઈ હતી. આશ્ચર્યજનક અને માનવાધિકાર સંગઠનોને ચોંકાવનારી બાબત એ છે કે, ધરપકડના માત્ર ચાર-પાંચ દિવસમાં જ તેને મૃત્યુદંડની સજા સંભળાવી દેવામાં આવી છે. ઈરફાનના પરિવારના જણાવ્યાનુસાર, ઈરફાન સુલતાનીને કોઈ કાયદાકીય મદદ કે વકીલ રાખવાની પણ તક અપાઈ નથી.
ઈરફાનના પરિવારને 12 જાન્યુઆરીએ જાણ કરી દેવાઈ હતી કે, ઈરફાનના મૃત્યુદંડની સજાનો નિર્ણય અંતિમ છે. તેને 14 જાન્યુઆરીએ ફાંસી આપી દેવાશે. એ પહેલા ઈરફાનના મોત પહેલા તેને પરિવાર સાથે વાત કરવા 10 મિનિટનો સમય અપાશે. એટલું જ નહીં, ઈરફાનની બહેન ઈરાનની સત્તાવાર વકીલ છે. આમ છતાં, ઈરફાનના કેસની ફાઈલ જોવા કે ભાઈનો પક્ષ રજૂ કરવા દેવાની મંજૂરી અપાઈ નથી.
‘આંદોલનકારીઓને ફાંસી અપાશે તો..’: અમેરિકાની ચેતવણી
ઈરાનની આ કાર્યવાહી સામે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક વલણ બતાવ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા ઈરાનના નાગરિકોને આશ્વાસન આપતા કહ્યું છે કે, ‘હિંમત રાખજો, મદદ આવી રહી છે.’ તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો ઈરાન આ રીતે આંદોલનકારીઓને ફાંસી આપવાનું શરૂ કરશે, તો અમેરિકા તેના વિરુદ્ધ અત્યંત કડક પગલાં લેશે. જો કે, ઈરાને અમેરિકાની આ ચેતવણીને ગંભીરતાથી લીધી નથી. આ સંજોગોમાં બંને દેશોનો તણાવ ચરમસીમાએ પહોંચી શકે છે.
આ પણ વાંચો: ટ્રમ્પનો ટેરિફ પણ કંઇ બગાડી નહીં શકે… ભારત માટે વિદેશથી આવ્યા સારા સમાચાર
ઈરાનમાં 2500થી વધુ લોકોના મોતની આશંકા
માનવાધિકાર સંગઠનોના અહેવાલ મુજબ, વર્ષ 2026માં થઈ રહેલા ઈરાનના વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધી અંદાજે 2,571 લોકોના મોત થયા છે. આ ઉપરાંત 18,000 લોકોની અટકાયત કરાઈ છે. સમગ્ર દેશમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવાઈ છે, જેથી દુનિયાને ઈરાનની અંદર થઈ રહેલી આ હિંસાની સાચી માહિતી ન મળી શકે.


