दुनिया

ટ્રમ્પની યુએસ ફેડ રિઝર્વના ગવર્નર પોવેલને જેલમાં નાખવાની તૈયારી | Trump preparing to jail US Fed Reserve Governor Powell



– જેરોમ પોવેલ મે 2026માં નિવૃત્ત થવાના છે

– અમેરિકન પ્રમુખના બદલે પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેતા મારી સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી : પોવેલ

વોશિંગ્ટન : ભારતમાં સરકાર અને રિઝર્વ બેન્ક વચ્ચેનો ગજગ્રાહ જાણીતો છે, પરંતુ તેના માટે કેન્દ્ર કોઈ રિઝર્વ બેન્કના ગવર્નરને કોર્ટમાં ઘસડી જતું નથી. પણ અમેરિકામાં તેવું નથી, અમેરિકન પ્રમુખ ટ્રમ્પ તેમની વાત ન માનનારા યુએસ ફેડ રિઝર્વના ગવર્નર જેરોમ પોવેલને કોર્ટમાં ઘસડવાની તૈયારી કરી રહ્યા છે. તેના જ ભાગરૂપે તે મેમાં નિવૃત્ત થવાના છે તો પણ તેમને કોર્ટની નોટિસ પાઠવવામાં આવી છે. 

ટ્રમ્પે તો વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોને જેલમાં મોકલ્યા તેમ હવે યુએસ ફેડ રિઝર્વના પ્રમુખને પણ જેલમાં મોકલવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેના ભાગરૂપે તેમને કોર્ટનું સમન્સ પણ પાઠવવામાં આવ્યું છે. અમેરિકન ન્યાય વિભાગે વોશિંગ્ટન ડીસીમાં આવેલી ફેડ રિઝર્વની કચેરી અઢી અબજ ડોલરના ંપ્રોજેક્ટમાં અનિયમિતતાના આરોપ હેઠળ જેરોમ પોવેલ સામે તપાસ શરૂ કરી દીધી છે. આરોપ છે કે આ યોજનામાં નાણાનો દૂરુપયોગ કરવામાં આવ્યો છે.

આ તપાસને લઈને જેરોમ પોવેલે ટ્રમ્પ વહીવટીતંત્ર પર વળતો પ્રહાર કરતાં જણાવ્યું છે ક મારી સામે આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી રહી છે કેમકે મેં વ્હાઇટ હાઉસના રાજકીય દબાણ આગળ ઝૂકીને નિર્ણય લેવાનો ઇન્કાર કર્યો. પોવેલે સ્પષ્ટ દાવો કર્યો છે કે ટ્રમ્પ તંત્ર તેમની ગરદન પકડીને તેમની મનમરજી મુજબ વ્યાજદર ઘટાડવા માંગે છે. 

ટ્રમ્પે પોતાના કાર્યકાળમાં વારંવાર પોવેલની ટીકા કરી છે. હવે તેમણે સીધા ફેડ રિઝર્વના ગવર્નર પર કેસ ચલાવવાની તૈયારી કરી લીધી છે. અમેરિકન પ્રમુખે ફેડ રિઝર્વના પ્રમુખ સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હોય તેવું પહેલી વખત બની રહ્યું છે. ટ્રમ્પ અને પોવેલના વિવાદનું મુખ્ય કારણ નાણાકીય નીતિ અને વ્યાજદરો છે. ટ્રમ્પ છેલ્લા એક વર્ષથી પોવેલ પર સતત પ્રહારો કરી રહ્યા છે કેમકે તે વ્યાજદરમાં ઝડપથી ઘટાડો કરી રહ્યા નથી. જો કે ફેડ રિઝર્વએ ગયા વર્ષે ત્રણ વખત વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો, પરંતુ તે ટ્રમ્પની અપેક્ષા મુજબનો ન હતો. તેમા પણ ચાલુ વર્ષે તો પોવેલે હાલમાં તો વ્યાજદરમાં ઘટાડો કરવાની કોઈ સંભાવના જ નથી, કારણ કે મોંઘવારી અપેક્ષા મુજબ ઘટી નથી તેમ જણાવતા ટ્રમ્પ ભડક્યા છે.

ટ્રમ્પની ટીમ દાવો કરી રહી છે કે ફેડની અંદર અવ્યવસ્થા ચરમસીમા પર છે. જ્યારે ફેડનું કહેવું છે કે તેમણે ભંડોળનો ઉપયોગ યોગ્ય રીતે કર્યો છે. પોવેલે રવિવારે રાતે એક વિડીયો જારી કરી તેના નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ મારા પર દબાણ લાવીને વ્યાજદરમાં ઘટાડો કરવા માંગે છે, જેથી ચૂંટણી અને રાજકીય વ્યવસ્થા માટે અર્થતંત્રમાં કૃત્રિમ વૃદ્ધિ લાવી શકાય.

પોવેલે જણાવ્યું હતું કે મને ક્રિમિનલ કેસનો ડર એટલા માટે બતાવાઈ રહ્યો છે કેમકે ફેડ પ્રજાના હિતને ધ્યાનમાં લઈ રહી છે, પ્રમુખના હિત અને પસંદગીને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ રહી નથી તેમની દલીલ છે કે જો રાજકીય દબાણમાં આવીને દરોમાં ઘટાડો કરાય છે તો ભવિષ્યમાં અમેરિકન અર્થતંત્રમાં મોંઘવારીનો એટલો વિસ્ફોટ થશે કે તેને સંભાળવો મુશ્કેલ હશે. પોવેલ સામેની કાર્યવાહીના સમાચારના પગલે એક સમયે ડાઉ જોન્સ ૨૨૦ પોઇન્ટ અને નાસ્ડેક ૨૦૦ પોઇન્ટ તૂટી ગયા હતા.



Source link

Related Articles

Back to top button