गुजरात
ધ્રાંગધ્રામાં ચાઇનીઝ દોરીની 34 રીલ સાથે હળવદના 2 શખ્સ ઝડપાયા | 2 men from Halvad arrested with 34 reels of Chinese rope in Dhrangadhra

![]()
ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રા સિટી પોલીસે શહેરના મેળાના મેદાન પાસેથી એક શંકાસ્પદ બાઈક પર બે શખ્સો પસાર થતા તેમને અટકાવી તપાસ કરતા તેમની પાસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કુલ ૩૪ રીલ (રૃ. ૧૦,૨૦૦) મળી આવ્યા હતા. પોલીસે ચાઇનીઝ દોરીના રીલ, એક બાઈક (રૃ.૨૦,૦૦૦) મળીને કુલ રૃ.૩૦,૨૦૦નો મુદામાલ જપ્ત કરી ધર્મેશભાઈ વાલજીભાઈ લોદરીયા તથા સંજયભાઈ ગણેશભાઈ લોદરીયા (બંને રહે. બુટવાડા, હળવદ)ને ઝડપી પાડી ગુનો નોંધ્યો હતો.



