गुजरात

નવાયાર્ડની સગીરા પર ગેંગ રેપ કરનાર બંને આરોપી જેલભેગા,વહેલી ચાર્જશીટ તૈયાર કરવા કવાયત | both accued of gang rape sent to jail



વડોદરાઃ નવાયાર્ડ વિસ્તારની ૧૫ વર્ષીય સગીરા પર ગેંગરેપના બનેલા બનાવમાં કોર્ટે બંને આરોપીને જેલમાં મોકલી આપ્યા છે.

૧૫ દિવસ પહેલાં જ અન્ય રાજ્યમાંથી આવેલી અને ટયુશન ક્લાસની શોધમાં ગયેલી સગીરા ને એક રૃમમાં લઇ જઇ ગેંગરેપ કરનાર હર્ષિત અનોશભાઇ મેકવાન અને તેના મિત્ર જોન્ટી યોહાનભાઇ પરમાર(બંને રહે.આશા પુરી,નવાયાર્ડ)ને ફતેગંજ પોલીસે રિમાન્ડ પર લઇ પુરાવા એકત્રિત કર્યા હતા.

રિમાન્ડ દરમિયાન બંને આરોપીની ઓળખપરેડ કરવામાં આવી હતી અને ગઇકાલે  બંનેને કોર્ટ સમક્ષ  રજૂ કરવામાં આવ્યા હતા. હવે પોલીસ દ્વારા બંને આરોપીને સજા થાય તે માટે વહેલી ચાર્જશીટ કરવા માટે તૈયારી કરવામાં આવી રહી છે. 



Source link

Related Articles

Back to top button