યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં એક સપ્તાહમાં ૨૪ નિયમિત હેડની વરણી | 24 head of the departments appointed in one week in msu

![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ તમામ ફેકલ્ટીઓના વિવિધ વિભાગોમાં નિયમિત હેડની નિમણૂકો કરવાનું શરુ કર્યું છે.જેના ભાગરુપે કોમર્સ ફેકલ્ટી સહિત વિવિધ ફેકલ્ટીઓમાં એક સપ્તાહમાં ૨૪ જેટલા નિયમિત હેડની વાઈસ ચાન્સેલર પ્રો.ભણગેએ નિમણૂક કરી છે.જે ફેકલ્ટીઓના વિવિધ વિભાગોમાં હેડની જગ્યાઓ ભરાઈ છે તેમાં સાયન્સ, હોમસાયન્સ, આર્ટસ, કોમર્સ, ટેકનોલોજી, પરફોર્મિંગ આર્ટસ, લો, મેનેજમેન્ટ, સોશ્યલ વર્ક, ફાર્મસી અને એજ્યુકેશન સાયકોલોજીનો સમાવેશ થાય છે.
સત્તાધીશોએ હેડની નિમણૂકમાં સિનિયોરિટીને મહત્વ આપ્યું છે અને તેના કારણે દરેક વિભાગમાં સૌથી સિનિયર અધ્યાપકની હેડ તરીકે નિમણૂક કરવામાં આવી છે અથવા કરવામાં આવશે.જોકે તેના કારણે અગાઉ બે વખત હેડ રહી ચૂકેલા અધ્યાપકોને પણ ફરી હેડશિપ મળે તેવી શક્યતા છે.સૂત્રોનું કહેવુ છે કે, ફેબુ્રઆરી મહિના ંસુધીમાં યુનિવર્સિટીના મોટાભાગના વિભાગોમાં નિયમિત હેડની નિમણૂક કરી દેવામાં આવશે અને એ પછી વાઈસ ચાન્સેલર જે પણ ફેકલ્ટીઓમાં ઈન્ચાર્જ ડીન છે ત્યાં નિયમિત ડીનની નિમણૂક કરે તેવી પણ શક્યતા છે.આ નિમણૂંકોમાં પણ સિનિયોરિટીને જ પ્રાધાન્ય આપવામાં આવશે. ફેકલ્ટી ડીન બનવા માટે પણ અધ્યાપકોએ લોબિંગ શરુ કરી દીધું હોવાનું કહેવાઈ રહ્યું છે.

