કલોલમાં પૈસાની ઉઘરાણી બાબતે ડ્રાઇવર યુવકને ઓફિસમાં કેદ કરી ઢોર માર માર્યો | Driver in Kalol imprisons young man in office and beats him up for extorting money

![]()
પૈસાની લેવડદેવડમાં બંધક બનાવી હુમલો કર્યો
સિટી મોલની ઓફિસમાં યુવકને માર મારનાર ત્રણ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી
કલોલ : કલોલના નવજીવન મિલ કમ્પાઉન્ડમાં આવેલ સિટી મોલની એક ઓફિસમાં
એક ડ્રાઇવર યુવકને કેદ કરવામાં આવ્યો હતો અને પૈસાની ઉઘરાણી બાબતે તેને મારવામાં
આવ્યો હતો ડ્રાઇવર યુવકના શેઠ એ પૈસા લીધા હતા જે બાબતે ત્રણ યુવકોએ ડ્રાઇવરને કેદ
કરીને માર માર્યો હતો જે અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો
દાખલ કરી તપાસ ચલાવી છે
આ બાબતે મળતી માહિતી અનુસાર કલોલમાં રહેતા હર્ષદભાઈ ઉર્ફે
મહારાજ મણીલાલ પટેલ બોરીસણા ગામમાં રહેતા સંદીપકુમાર ઉર્ફે પીન્ટુભાઇ પ્રવીણભાઈ
પટેલ ની ગાડી ચલાવે છે હર્ષદભાઈએ પોલીસ મથકમાં પોતાને ઓફિસમાં કેદ કરીને માર મારવા
અંગે ત્રણ જણા સામે ફરિયાદ નોંધાવી હતી તેઓએ શિવમ અમરતભાઈ પ્રજાપતિ તથા સાવન
પ્રજાપતિ અને મનીષ રબારી સામે ફરિયાદ નોંધાવી હતી તે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે
તેમના ઉપર શિવમ પ્રજાપતિ નો ફોન આવ્યો હતો અને તેઓએ સિટી મોલ માં આવેલ ટૂરવા નામની
પોતાની ઓફિસમાં બોલાવ્યો હતો જેથી હર્ષદભાઈ ત્યાં જતા શિવમ પ્રજાપતિ ત્યાં હાજર ન
હતો અને તેનો સંબંધી સાવન પ્રજાપતિ ત્યાં હાજર હતો અને તેણે હર્ષદને કહેલ કે મારે
શિવમ પાસે વાત થઈ છે અમારે તારા સેટ પીન્ટુ પટેલ પાસે પૈસા લેવાના છે તે પૈસા નહીં
આપે ત્યાં સુધી તને જવા દેવાનો નથી તું અંદર બેસી જા તેમ કહીને તેને ઓફિસમાં કેદ
કરી લેવામાં આવ્યો હતો હર્ષદ ભાઈએ કહેલ કે મને પૈસા બાબતે ખબર નથી તમે મારા શેઠ
જોડે વાત કરજો મને અહીંથી જવા દો તેમ કહેતા તેને જવા દેવામાં આવ્યો ન હતો ત્યારબાદ
મનીષ રબારી ત્યાં આવ્યો હતો અને તેણે હર્ષદ ભાઈને ગાળો બોલીને ધોકા વડે માર માર્યો
હતો અને તેનો વિડીયો સાવન પ્રજાપતિએ બનાવી લીધો હતો સાંજના પોણા છ વાગ્યાથી તેને
ઓફિસમાં બળજબરી પૂર્વક બેસાડી દેવામાં આવ્યો હતો અને તારા શેઠ પૈસા નહિ આપે ત્યાં
સુધી તને અહીંથી જવા દઈશું નહીં તેમ કહીને તેને માર મારવામાં આવ્યો હતો અને રાત્રે
૧ વાગે તેને છોડવામાં આવ્યો હતો તેને માર માર્યો હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં
ગયો હતો અને ત્યાંથી તે પોલીસ મથકમાં ફરિયાદ કરવા પહોંચ્યો હતો જ્યાં તેણે
બળજબરીપૂર્વક ઓફિસમાં બેસાડી કેદ કરનાર અને માર મારનાર ત્રણે જણા સામે ફરિયાદ
નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.



