ગ્રીનલેન્ડને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા માટેનું વિધેયક અમેરિકી-સંસદમાં રજૂ કરાયું | Bill to make Greenland the 51st state of America introduced in US Congress

![]()
– આર્કટિક ઉપરથી રશિયા ચાયના ઉતરી આવે તેવી ભીતી
– આ વિધેયક પસાર થાય તો ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવવા માટે પ્રમુખને દરેક પ્રકારની સત્તા મળી જશે : સમગ્ર યુરોપમાં તણાવ
વોશિંગ્ટન : અમેરિકાના હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટિવ્સ (લોકસભા)ના ફલોરિડાના રીપબ્લિકન અલ્ય રેન્ડી ફાઇને, ગ્રીનલેન્ડને અમેરિકાનું ૫૧મું રાજ્ય બનાવવા માટેનું વિધેયક મંગળવારે હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટિવ્સમાં રજુ કર્યું હતું. આ વિધેયકનું નામ તેમણે ગ્રીનલેન્ડ યેને કએશન એન્ડ સ્ટેટહૂડ એક્ટ તેવું આપ્યું છે. જો આ વિધેયક હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટીવ્સ અને સેનેટમાંથી પણ પસાર થતાં વિધિવત કાનૂન બની રહે તો, તે દ્વારા અમેરિકાના પ્રમુખને ગ્રીનલેન્ડ અમેરિકામાં ભેળવવા માટે મંત્રણાથી શરૂ કરી, સેનાકીય પગલા લેવા સુધીની તમામ સત્તા મળી જશે.
સહજ છે કે તે સામે ગ્રીનલેન્ડ અને ડેન્માર્ક સહિત યુરોપના તમામ દેશોએ આવી કોઈ પણ પ્રકારની કાર્યવાહીનો સખત વિરોધ કર્યો છે. અને પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે અમેરિકાના નેતૃત્વ નીચેનું નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) પણ તૂટી પડવાની સંભાવના ઉપસ્થિત થઈ છે.
ગ્રીનલેન્ડ હસ્તગત કરવા માટેનું મુખ્ય કારણ તે છે કે આર્કટિક રીજીયન (ધુ્રવ પ્રદેશ)માં વધતી જતી રશિયા અને ચાયનાની કાર્યવાહીનો સામનો કરવા ગ્રીનલેન્ડ પર કબજો જમાવી તેને અમેરિકાનું ૫૧મું રાજ્ય બનાવી દેવું. તેને જ કેટલાક અગ્રણીઓ, રાજકારણીઓ તથા કેટલાએ સંરક્ષણ નિષ્ણાતો માને છે. પરંતુ આ સૂચને ભૂ-રાજકીય દ્રષ્ટિએ પણ દુનિયામાં હલચલ મચાવી દીધી છે.
ફાઇને કહ્યું હતું કે, ગ્રીનલેન્ડ અમેરિકાની સલામતી માટે અત્યંત મહત્વનું છે. કારણ કે તે ચાવીરૂપ તેવી વ્યાપારી અને લશ્કરી ગતિવિધિઓ તથા ઊર્જા વહન તે સર્વે માટે મહત્વનું સ્થાન ધરાવે છે.
આ સાથે ફાઈને તેવી કઠોર ચેતવણી પણ આપી છે કે, અમેરિકાએ જે દેશો અમેરિકી મૂલ્યો અને અમેરિકાની સલામતીના હેતુઓ વિરૂધ્ધ હોય તે દેશોને ગ્રીનલેન્ડમાં પ્રભાવ પાથરવા દેવા ન જ જોઈએ. એ તે હેતુ સિદ્ધ કરવાનો એક માત્ર માર્ગ તે છે કે અમેરિકાએ ગ્રીનલેન્ડ હસ્તગત કરવું જ જોઈએ.
આ પૂર્વે પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, ગ્રીનલેન્ડમાં અમેરિકાના હિતો જાળવવા તેમજ તેના સંરક્ષણ અને રાષ્ટ્રીય સલામતીની દ્રષ્ટિએ પણ બૈજિંગ અને મોસ્કોની વધતી જતી સ્પર્ધાને લીધે વોશિંગ્ટનને ગ્રીનલેન્ડની જરૂર છે.



