નાદાર પાકિસ્તાને વખ-17 યુદ્ધ વિમાનો વેચવા કાઢ્યાં, બાંગ્લાદેશ ઉપરાંત, લિબિયા અને સુદાનને તે વેચવાનું છે | Bankrupt Pakistan sets out to sell JF 17 fighter jets besides Bangladesh

![]()
– ‘સિંદૂર’ દરમિયાન આ ચીની વિમાનોનો ખુર્દો થયો હતો
– બાંગ્લાદેશના એર ચીફ માર્શલ પાક. સેનાપતિ મુનીરને મળ્યા : પાક. હવે, લિબિયા અને સુદાન સાથે સંરક્ષણ કરારો પણ કરવાનું છે
નવીદિલ્હી : ચીનની સંમતિ સાથે પાકિસ્તાને હવે ચીની બનાવટનાં યુદ્ધ વિમાનો જે.એફ-૧૭ વેચવા કાઢ્યાં છે. તેણે તે માટે બાંગ્લાદેશ પછી ઇન્ડોનેશિયા સાથે પણ વાટાઘાટો શરૂ કરી છે. અહેવાલો જણાવે છે કે : ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રી, અને પાકિસ્તાન એર-ફોર્સના વડાએ આ અંગે મંત્રણાઓ હાથ ધરી હતી. તેમાં જે.એફ-૧૭ યુદ્ધ વિમાનો તથા ડ્રોનનાં વેચાણની ચર્ચા થઈ હતી.
પાકિસ્તાન આ વિમાનો વેચવા માટે, ઘણા ઘણા દેશો સાથે વાટાઘાટો ચલાવી રહ્યું છે. તાજેતરમાં બાંગ્લાદેશના એર-ચીફ માર્શલ પાકિસ્તાનના ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ, જન. મુનીરને મળ્યા હતા. જેમાં મુનીરે ચીની બનાવટનાં જે.એફ.૧૭ પ્રકારનાં યુદ્ધ વિમાનો વેચવાની દરખાસ્ત રજૂ કરી હતી.
આ ઉપરાંત પાકિસ્તાન લિબીયા અને સુદાન સાથે પણ એ યુદ્ધ વિમાનો વેચવા માટે વાટાઘાટો ચલાવી રહ્યું છે. સાથે તે બંને દેશો સાથે સંરક્ષણ કરારો પણ કરવા માગે છે.
તે ભૂલવું ન જોઈએ કે તાજેતરમાં ભારતીય વાયુ દળે પાકિસ્તાનનાં ચીની બનાવટનાં જે.એફ.૧૭ પ્રકારનાં વિમાનો તોડી પાડયાં હતાં. ઓપરેશન-સિંદૂર દરમિયાન આવાં કેટલાંએ વિમાનોનો ખૂર્દો બોલી ગયો હતો. તેમ છતાં ઈન્ડોનેશિયા આ વિમાનો ખરીદવા માગે છે, કારણ કે તેનાં વિમાન દળમાં રહેલાં વિમાનો હવે ‘વૃદ્ધ’ થઈ ગયાં છે.
ગયા મહિને ઇન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુબિઆન્તો, પાકિસ્તાનની બે દિવસની મુલાકાતે ગયા હતા. દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા તથા સંરક્ષણ ક્ષેત્રે સહકાર સ્થાપવા કરારો થયા હતા.
ઇન્ડોનેશિયા તેનું એર-ફોર્સ આધુનિક બનાવવા સખત પ્રયાસો કરી રહ્યું છે. ૨૦૨૨માં તેણે ફ્રાંસ સાથે ૮.૧ બીલીયન ડોલર્સના ખર્ચે ૪૨ રાફેલ ફાઈટર-જેટ્સ ખરીદવા સોદો કર્યો હતો. ગત વર્ષે તેણે તૂર્કી સાથે ૪૮ ‘કાન’ ફાઈટર-જેટસ્નો સોદો કર્યો હતો. ઇન્ડોનેશિયા, તેનાં જૂનાં થયેલાં યુદ્ધ વિમાનો દૂર કરી નવાં યુદ્ધ વિમાનો ખરીદી રહ્યું છે. જેમાં ચીનનાં જે-૧૦, અને અમેરિકાનાં એફ-૧૫ ઈએક્સ સમાવિષ્ટ છે. પાકિસ્તાન, ઇન્ડોનેશિયા ઉપરાંત બાંગ્લાદેશ સાથે પણ સંરક્ષણ કરારો કરી રહ્યું છે. તેમાં મુશાક-૧૭ ટ્રેઈલર એરક્રાફ્ટ સમાવિષ્ટ છે.
સઉદી અરબસ્તાન પાસેથી પાકિસ્તાને ભારે લોન લીધી છે તે વાળવા તેની સાથે અમેરિકી ડોલર ૨થી ૪ બિલિયનના યુદ્ધ વિમાનોનો સોદો કરવા માગે છે.



