दुनिया

યુએસ ટેરિફથી ભારતની નિકાસમાં ૨૮.૫ ટકા ઘટાડો, ૫ મહિનામાં૨.૫ અબજ ડોલરનું નુકસાન | India’s exports fall by 28 5% due to US tariffs loss of 2 5 billion in 5 months



ન્યૂયોર્ક,૧૩ જાન્યુઆરી,૨૦૨૬,મંગળવાર 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ટેરિફનીતિના પગલે ભારતના અમેરિકા સાથેના વેપાર પર ખૂબ વિપરિત અસર થઇ છે. જેમાં કેટલાક સેકટરો પર સૌથી વધુ અસર થવાથી ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ થાય તે જરુરી બની ગઇ છે. ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમય સુધી વેપારિક સંબંધો રહયા છે પરંતુ અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફ અને સખત ટ્રેડ પોલિસીના લીધે સંબંધો તણાવપૂર્ણ બની ગયા છે. એપ્રિલ ૨૦૨૫માં અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર ટેરિફ ૧૦ ટકાથી વધીને ૨૫ ટકા અને ત્યાર બાદ ઓગસ્ટ મહિનામાં ૫૦ ટકા કરી નાખ્યું હતું. આ ટેરિફ માટે રશિયા પાસેથી ક્રુડ તેલ ખરીદવું અને વેપાર અસંતૂલનનું કારણ આપવામાં આવ્યું હતું.

અમેરિકાના ટેરિફમાં વધારો થવાથી ભારતની નિકાસને ફટકો પડયો છે.  ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવનો નવેમ્બરમાં અંતમાં રિપોર્ટ આવ્યો તે અનુસાર ભારતની નિકાસમાં ૨૮.૫ ટકા ઘટાડો થયો છે. મે ૨૦૨૫માં નિકાસ ૮.૮ અબજ હતો જે ઓકટોબર સુધી ઘટીને ૬.૩ અબજ ડોલર થયો છે. ગણતરી મુજબ ૫ મહીનાઓમાં ૨.૫ અબજ ડોલરનું નુકસાન થયું છે. ભારતની અડધા કરતા પણ વધુ નિકાસ ઉંચા ટેરિફથી પ્રભાવિત થયો છે. લેબર ઇન્સેટિવ સેકટર પર વિશેષ અસર થઇ છે. જે સેકટરોમાં મજૂરો પર આધાર રહે છે તેના પર અસર થવી ગંભીર બાબત છે. આવા સંજોગોમાં ભારત અને અમેરિકામાં ટ્રેડ ડીલ થાય તે મહત્વના છે. બંને દેશો વચ્ચેનો વેપાર નિકાસ અને રોજગાર સાથે જોડાયેલો છે.

ખાસ કરીને ટેકસટાઇલ,ગારમેન્ટસ, જેમ્સ જવેલરી, કેમિકલ અને કૃષિ સેકટર પર સતત ખોટ પડી રહી છે આવા સંજોગોમાં ભારતીય નિકાસકારોને ટ્રેડ ડીલને ફાયદો છે.  લેબર ઇન્ટેસિવ સેકટરોમાં કામ કરનારા મજૂરો અને અમેરિકી ઓર્ડર પર નિર્ભરતા હોવાથી ટેરિફ દૂર થાય અથવા તો ઓછુ થાય તે જરુરી છે. જો કે ભારતે અમેરિકાના ટેરિફના દમનથી ઇકોનોમિને રિ સ્ટ્કચર કરવા પ્રયાસ કર્યો છે. આંકડા અનુસાર ભારતે પાઠ ભણીને  સપ્લાઇ ચેન, નિવેશ રણનીતિ અને ઘરેલું ઉત્પાદનને મજબૂત કરી છે. ભારતે બીજા કેટલાક વિકલ્પો પણ શોધ્યા છે જેમાં ભારત- ન્યુઝીલેંડ વચ્ચે ટ્રેડ ડીલ થઇ છે. હવે યુરોપીયન યુનિયન સાથે પણ ટ્રેડ ડીલ પર વાતચીત ચાલી રહી છે.



Source link

Related Articles

Back to top button