राष्ट्रीय

હું મારી રાજ્યસભા સીટ ખાલી કરી રહ્યો છું… જાણો કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે આ નિર્ણય કેમ લીધો | digvijay singh resigns rajya sabha seat madhya pradesh politics congress



Image Source: IANS

Madhya Pradesh Politics: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે પોતાની રાજકીય ભૂમિકા અંગે ખૂબ મોટો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે, તેઓ પોતાની રાજ્યસભા સીટ ખાલી કરી રહ્યા છે. તેઓ હવે ઉચ્ચ સદનમાં જવા નથી ઈચ્છતા. દિગ્વિજય સિંહનો હાલનો રાજ્યસભા કાર્યકાળ 9 એપ્રિલે પૂર્ણ થઈ રહ્યો છે. ભોપાલમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન જ્યારે તેમને ત્રીજી વખત રાજ્યસભામાં જવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું કે, ‘હું મારી સીટ ખાલી કરી રહ્યો છું. આ મારો અંગત નિર્ણય છે અને હવે હું રાજ્યસભા સાંસદ બનવા નથી માંગતો.’

સંમતિથી આગળ વધવું જરૂરી

દિગ્વિજય સિંહે આ દરમિયાન રાજનીતિ સંમતિ અને બંધારણીય પ્રક્રિયાઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, ‘અનેક મુદ્દાઓ એવા હોય છે જેના પર ચર્ચા અને સંમતિ જરૂરી હોય છે. જો આપણે ઈમાનદારીથી બંધારણ અંતર્ગત તેનું પાલન કરતાં રહીએ તો કોઈને સમસ્યા નથી. અનેક વિષય એવા હોય છે જેના પર સામાન્ય સંમતિ હોવી જોઈએ અને તે જ માધ્યમથી આગળ વધવું જોઈએ.’

આ પણ વાંચો: Explainer: મુંબઈ ગુજરાતને સોંપવાની તૈયારી, BMC ચૂંટણી પહેલા ઠાકરે બંધુઓએ આલાપ્યો દાયકાઓ જૂનો રાગ

કેટલાક નિર્ણયો નિયંત્રણ બહાર હોય છે

રાજ્યસભા સીટ છોડવાનો નિર્ણય દિગ્વિજય સિંહે તે પણ સ્પષ્ટતા કરી કે, ‘કેટલાક નિર્ણયો વ્યક્તિગત નિયંત્રણમાં નથી હોતા, પરંતુ પોતાની ભૂમિકા અંગે એટલું જરૂર કહીશ કે હું રાજ્યસભા સીટ છોડી રહ્યો છું.’ દિગ્વિજયનું આ નિવેદન હાઈકમાન્ડ માટે સંકેત છે કે તેઓ હવે પ્રાદેશિક રાજકારણમાં વધારે સક્રિય થવા ઈચ્છી રહ્યા છે.

કોંગ્રેસ નેતા પણ લખી ચૂક્યા છે પત્ર

ઉલ્લેખનીય છે કે, દિગ્વિજય સિંહ પહેલા પણ જાહેર રીતે કહી ચૂક્યા છે કે, તેઓ મધ્યપ્રદેશની રાજનીતિમાં સક્રિય રહીને પાર્ટી સંગઠનને મજબૂત કરવાની ઈચ્છા ધરાવે છે. આ કડીમાં જ હાલમાં મધ્યપ્રદેશ અનુસૂચિત જાતિ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પ્રદીપ અહિરવારે દિગ્વિજય સિંહને પત્ર લખીને અનુસૂચિત જાતિના પ્રતિનિધિત્વને મોકલવા માટેની માંગ ઉઠાવી હતી.

આ પણ વાંચો: વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન નહીં રાખો તો 10 ટકા સેલેરી કપાશે! આ રાજ્યમાં સરકારનો કડક આદેશ

સ્થાનિક સ્તરે સક્રિય થવાની શક્યતા

જોકે દિગ્વિજય સિંહની જાહેરાતથી કોંગ્રેસમાં રાજ્યસભાની સંભવિત દાવેદારી અને પ્રદેશની રાજનીતિ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. એક અંદાજ છે કે, આગામી સમયમાં તેઓ સંગઠનાત્મક ગતિવિધિઓ અને જમીની રાજનીતિ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. સ્થાનિક સ્તરની રાજનીતિમાં સક્રિયતા જોવા મળી રહી છે.



Source link

Related Articles

Back to top button