दुनिया

ભારત માટે અમેરિકાથી આવ્યા ખુશખબર, જપ્ત કરાયેલા જહાજના 3 ભારતીય ક્રૂ મેમ્બર્સને છોડી દેવાયા | usa releases 3 indian crew members russian oil tanker venezuela



Indian Crew Members USA Releases: અમેરિકી સેનાએ વેનેઝુએલાથી નીકળેલા રશિયન ધ્વજ ધરાવતા તેલ ટેન્કર જહાજ પર ફરજ બજાવી રહેલા ભારતીય ક્રૂ મેમ્બર્સને મુક્ત કરી દીધા છે. અમેરિકી અધિકારીઓ દ્વારા આ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી છે. આ જહાજને ગત અઠવાડિયે નોર્થ એટલાન્ટિકમાં જપ્ત કરવામાં આવ્યું હતું, જેમાં ત્રણ ભારતીય નાગરિકો હોવાનું સામે આવ્યું હતું.

અમેરિકાએ જપ્ત કર્યું હતું જહાજ

જપ્ત કરવામાં આવેલું જહાજ શેડો ફ્લીટનો હિસ્સો હતું. આ જહાજનું નામ ‘મૈરિનેરા’ (Marinera) હતું. તેને નોર્થ એટલાન્ટિકના આંતરરાષ્ટ્રીય જળ ક્ષેત્રમાંથી અમેરિકી ઓપરેશન દરમિયાન અટકાવવામાં આવ્યું હતું. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ જહાજ ‘શેડો ફ્લીટ’નો હિસ્સો હતું, જે વેનેઝુએલા, રશિયા અને ઈરાન જેવા પ્રતિબંધિત દેશો માટે તેલ ટ્રાન્સપોર્ટર તરીકે કામ કરતું હતું.

આ પણ વાંચો: Explainer: ઈરાનમાં ખામેનેઇનો કિલ્લો ધ્વસ્ત કરવો મુશ્કેલ, 17 વખત નિષ્ફળ રહ્યા સત્તાપલટાના પ્રયાસ

ભારતીય ક્રૂ મેમ્બર સુરક્ષિત

અહેવાલો મુજબ 28 ક્રૂ મેમ્બરમાંથી ભારતીયો સુરક્ષિત, આ ટેન્કરમાં કુલ 28 ક્રૂ મેમ્બર હતા, જેમાં ત્રણ ભારતીયો ઉપરાંત યુક્રેનિયન, રશિયન અને જ્યોર્જિયન નાગરિકોનો સમાવેશ થાય છે. શરુઆતમાં તમામ સભ્યો પર કેસ ચલાવવાની વાત હતી, પરંતુ હવે અમેરિકાએ ભારતીય નાગરિકોને મુક્ત કરવાનો નિર્ણય લેવાયો છે.

હિમાચલના નાગરિક હતો મર્ચન્ટ નેવી ઑફિસર

મુક્ત કરાયેલા ભારતીયોમાં હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાનો 26 વર્ષીય રક્ષિત ચૌહાણ પણ સામેલ છે. રક્ષિત મર્ચન્ટ નેવી ઑફિસર છે અને તે પોતાના પ્રથમ સમુદ્રી મિશન પર હતો. તેના પરિવારે જણાવ્યું કે જહાજ જપ્ત થયાના દિવસે જ તેની સાથે વાત થઈ હતી.

સર્જિયો ગોરે પદભાર સંભાળતા જ આપ્યા સારા સમાચાર

રાજદૂત સર્જિયો ગોરનો પદભાર અને સંબંધો નોંધનીય છે કે અમેરિકી સેનાએ આ નિર્ણય ત્યારે લીધો છે જ્યારે સર્જિયો ગોરે નવી દિલ્હીમાં અમેરિકી રાજદૂત તરીકે પદભાર સંભાળ્યો છે. કાર્યભાર સંભાળ્યા બાદ ગોરે કહ્યું કે, ભારત અને અમેરિકા અનેક મામલે એકબીજાના વ્યૂહાત્મક સાથી છે અને બંને દેશો મજબૂત સંબંધો માટે કામ કરી રહ્યા છે. બીજી તરફ, રશિયાએ પણ તમામ 28 ક્રૂ સભ્યો સાથે માનવીય અને સન્માનજનક વ્યવહાર કરવાની તેમજ તેમને જલદી સ્વદેશ પરત મોકલવાની અપીલ કરી હતી.



Source link

Related Articles

Back to top button