गुजरात
વડોદરામાં અકસ્માતના બનાવો એ માઝા મુકતા તંત્ર જાગ્યું, પોલીસ કમિશનરે તમામ ડિપાર્ટમેન્ટની મીટીંગ બોલાવી | Vadodara police commissioner called a meeting of all the departments after increasing accidents

![]()
Vadodara Police : વડોદરા શહેરમાં અકસ્માતના બનાવો એ માઝા મુકતા અને એક મહિનામાં પાંચના મોત નીપજતા તંત્ર દોડતું થયું છે.
વડોદરા શહેર પોલીસ કમિશનરે અકસ્માતના બનાવો અને અનુલક્ષીને એક મહત્વની બેઠક બોલાવી હતી જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ટ્રાફિક પોલીસના અધિકારીઓ, કોર્પોરેશન, સીટી બસ અને ખાનગી કોન્ટ્રાક્ટરો સહિત જવાબદાર લોકો ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ કમિશનરે ટ્રાફિકના નિયમોનું પાલન થાય તો અકસ્માતના બનાવોમાં ઘણો ફેર પડે તેમ હોવાનું જણાવ્યું ટ્રાફિક વિભાગને એલર્ટ રહેવા કહ્યું હતું. આ ઉપરાંત ભારદારી વાહનોને સમય મર્યાદાનું પાલન કરવા, વાહનો લેનમાં ચલાવવા, સ્પીડ મર્યાદા રાખવા, ડ્રાઇવરની સાથે એક હેલ્પર ફરજિયાત રાખવા જેવી સુચના આપવામાં આવી હતી.
નાગરિકોને પણ વાહનોની સ્પીડ ઓછી રાખવા અને હેલ્મેટ સહિતના નિયમોનું પાલન કરવા તાકીદ કરવામાં આવી હતી.



