गुजरात

જામનગર જિલ્લામાં આજે ફરીથી ઠંડીનો પારો નીચે સરકીને સિંગલ ડિજિટ નજીક પહોંચતાં ઠંડીનો સપાટો : તાપમાન 10.2 ડીગ્રી | Cold wave grips Jamnagar district today as mercury dips below freezing



Jamnagar Winter Season : જામનગર શહેર અને જિલ્લામાં રહી રહીને ઠંડીએ સપાટો બોલાવી દીધો છે, અને ઠંડીનો પારો શનિવારે સવારે નીચે સરકીને સિંગલ ડિજિટની નજીક પહોંચી જતાં 10.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, પરંતુ રવિવાર અને સોમવારના દિવસે વહેલી સવારે 12.0 ડીગ્રી આસપાસ તાપમાન રહ્યા બાદ આજે વહેલી સવારે ફરીથી ઠંડીનો પારો નીચે સરકીને 10.2 ડિગ્રી સુધી પહોંચ્યો છે, તેથી ફરીથી કાતિલ ઠંડીનો મોજું ફરી વળ્યું છે.

ગત રવિવારે મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. સાથોસાથ ભેજનું પ્રમાણ અને પવનની તીવ્રતામાં પણ વધારો થયો હોવાથી શહેરીજનો ઉપરાંત પશુ પક્ષીઓ થર થર કાંપ્યા હતા. જોકે જેમાં બે દિવસની નજીવી રાહત બાદ આજે ફરીથી તાપમાનમાં ઘટાડો થયો છે, અને સાથે સાથે બરફીલા ઠંડા પવનના કારણે ધ્રુજારી અનુભવાઈ છે, અને લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળી રહ્યા છે. અને હજુ પણ ઠંડી વધે તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે.

જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવાયા અનુંસાર આજે સવારે 8.00 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 25.05 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ 63 ટકા જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિક કલાકના 20.0 થી 25.0 કી.મીની ઝડપે રહી હતી.



Source link

Related Articles

Back to top button