गुजरात

મોબાઈલ જોઈ-જોઈને ‘પાકટ’ બન્યા ગુજરાતનાં બાળકો! બાળ ગુનાખોરી વધી, 35 ટકા કેસ અમદાવાદ-સુરતના | mobile influence on juvenile crime gujarat statistics



Juvenile Delinquency: ગુજરાતમાં બાળ ગુનાખોરીના પ્રમાણમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક વર્ષના આંકડા મુજબ, રાજ્યમાં 18 વર્ષથી ઓછી વયના કુલ 1981 સગીરો ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઝડપાયા છે, જેમાં 1963 છોકરાઓ અને 18 છોકરીઓનો સમાવેશ થાય છે. કાયદાકીય જોગવાઈ મુજબ, 18 વર્ષથી ઓછી વયના કિશોરો દ્વારા કરવામાં આવતા ગુનાઓને ‘બાળ ગુનાખોરી’ (Juvenile Delinquency) ગણવામાં આવે છે, જે અંતર્ગત તેઓને સજા કરવાને બદલે સુધારગૃહમાં મોકલીને તેમના વર્તનમાં સુધાર લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

મોબાઈલ જોઈ-જોઈને 'પાકટ' બન્યા ગુજરાતનાં બાળકો! બાળ ગુનાખોરી વધી, 35 ટકા કેસ અમદાવાદ-સુરતના 2 - image

ગુજરાતમાં વધતી બાળ ગુનાખોરી: કારણો અને વર્તમાન સ્થિતિ

એક સમય હતો જ્યારે બાળ ગુનેગારો સામે મુખ્યત્વે ચોરી, મારામારી, દુષ્કર્મ કે હત્યા જેવા ગુનાઓના આરોપ લાગતા હતા. પરંતુ વર્તમાન સમયમાં ગુનાખોરીનું સ્વરૂપ બદલાયું છે. હવે પૈસા મેળવવા માટે કોઈપણ ગંભીર કૃત્ય આચરવું, સોશિયલ મીડિયાના દુરુપયોગ દ્વારા અન્યને પરેશાન કરવા, એકતરફી લાગણીમાં પાગલપન દાખવવું તેમજ દારૂ, ડ્રગ્સ અને સિગારેટ જેવા જીવલેણ વ્યસનો કે નશાખોરીની ફરિયાદોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.

મોબાઈલ જોઈ-જોઈને 'પાકટ' બન્યા ગુજરાતનાં બાળકો! બાળ ગુનાખોરી વધી, 35 ટકા કેસ અમદાવાદ-સુરતના 3 - image

મોબાઈલનો અતિરેક ઉપયોગ: એક ગંભીર સમસ્યા

નિષ્ણાતોના મતે, આ સમસ્યાના મૂળમાં મોબાઈલ ફોનનો અતિરેક છે. સતત મોબાઈલના ઉપયોગને કારણે બાળકો સમય કરતાં વહેલા પાકટ થઈ રહ્યા છે અને સાથે જ એકલતાનો શિકાર બની રહ્યા છે. સોશિયલ મીડિયા પર જોવા મળતી વૈભવી જીવનશૈલીનું વળગણ, દેખાદેખી, રાતોરાત પૈસા કમાવવાની ઈચ્છા અને એક્સપોઝર મેળવવાની ઘેલછામાં 15થી 18 વર્ષના કિશોરો માર્ગ ભટકી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે આજે અનેક પરિવારો ઊંડી ચિંતા અને પરેશાનીમાં મુકાયા છે.

મોબાઈલ જોઈ-જોઈને 'પાકટ' બન્યા ગુજરાતનાં બાળકો! બાળ ગુનાખોરી વધી, 35 ટકા કેસ અમદાવાદ-સુરતના 4 - image

આ પણ વાંચો: સુરેન્દ્રનગર જિલ્લાના 633 લિસ્ટેડ બુટલેગરોની કરમકુંડળી જાહેર કરાઇ

ગુનાહિત માનસિકતાના મૂળભૂત કારણો

આધુનિક યુગમાં બાળ ગુનાખોરી વધવા પાછળ ટેકનોલોજીનો દુરુપયોગ અને સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવાની લાલસા મુખ્ય કારણો છે. આ ઉપરાંત, પારિવારિક વિખવાદો અને વિભક્ત કુટુંબના સભ્યો પ્રત્યેની આંતરિક ઘૃણા પણ બાળકોને ગુનાહિત માનસિકતા તરફ ધકેલે છે. હાલમાં ગુજરાતમાં આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા બાળકોના પુનઃવસન અને સુધારણા માટે 26 ચાઈલ્ડ પ્રોટેક્શન હોમ અને 107 ચિલ્ડ્રન હોમ કાર્યરત છે, જ્યાં તેઓને સમાજની મુખ્યધારામાં પાછા લાવવા માટે પ્રયત્નો કરવામાં આવે છે.


મોબાઈલ જોઈ-જોઈને 'પાકટ' બન્યા ગુજરાતનાં બાળકો! બાળ ગુનાખોરી વધી, 35 ટકા કેસ અમદાવાદ-સુરતના 5 - image



Source link

Related Articles

Back to top button