मनोरंजन

આયુષમાન-શવરીની રોમાન્ટિક ફિલ્મમાં સૌમ્યા ટંડનની એન્ટ્રી | Saumya Tandon’s entry in Ayushmann Shavri’s romantic film



– ધુરંધરમાં ધ્યાન ખેંચ્યા બાદ બીજી મોટી  ફિલ્મ મળી

– સૂરજ બડજાત્યાએ યે પ્રેમ મોલ લિયા ફિલ્મ માટે કાસ્ટ કરી 

મુંબઈ : ‘ધુરંધર’ ફિલ્મમાં એક નાના રોલમાં પણ સૌનું ધ્યાન ખેંચનારી સૌમ્યા ટંડનને હવે બીજી મોટી  ફિલ્મ મળી છે. રાજશ્રી પ્રોડક્શન્સના સૂરજ બડજાત્યાએ તેને આગામી ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’ માટે કાસ્ટ કરી લીધી છે.  આ ફિલ્મમાં તેની અગત્યની ભૂમિકા હશે એમ કહેવાય છે. 

ઉલ્લેખનીય છે  કે આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં આયુષમાન ખુરાના અને શર્વરી વાઘનો સમાવેશ થાય છે. સૂરજ આ ફિલ્મ દ્વારા આયુષમાનને નવી પેઢીના પ્રેમ તરીકે રજૂ કરી રહ્યો છે. રાજશ્રીની શૈલી પ્રમાણે આ એક લાઈટ રોમાન્ટિક સોશિયલ ફિલ્મ હશે. 

આ ફિલ્મનું શૂટિંગ ગત નવેમ્બરથી શરુ થઈ ચૂક્યું છે. હજુ આ આખો મહિનો આ ફિલ્મનું શૂટિંગ ચાલવાનું છે.

 ફિલ્મના અન્ય કલાકારોમાં અનુપમ ખેર તથા સીમા પાહવાનો સમાવેશ થાય છે. 



Source link

Related Articles

Back to top button