गुजरात
નોકરીયાતો દ્વારા પાર્ક કરાતા વાહનો ઉઠાવતો અઠંગ વાહનચોર અને વાહનો ખરીદનાર પકડાયાઃ6 બાઇક ઉઠાવી | thief and purchager of theft bikes caught with 4 bikes

![]()
વડોદરાઃ નોકરીયાતો દ્વારા પાર્ક કરાતાં ટુવ્હીલર ની ઉઠાંતરી કરતા રીઢા વાહનચોર અને તેની પાસે ચોરીની મોટરસાઇકલો ખરીદનાર સાગરીતને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.
અગાઉ વાહનચોરી સહિતના એક ડઝનથી વધુ ગુનાઓમાં પકડાયેલા રીઢા આરોપી દુર્ગેશ ગિરિશકુમાર ઠાકોર(જયનારાયણ કુંજ સોસાયટી,છાણી મૂળ શ્રધ્ધાપાર્ક,હરણી-વારસિયા રિંગરોડ)ને પોલીસે ઝડપી પાડતાં તેણે ગેંડા સર્કલ અને ફતેગંજ બ્રિજ નીચે પાર્ક કરીને જતા નોકરીયાતોની મોટરસાઇકલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
પોલીસની તપાસમાં છ વાહનચોરીનો ભેદ ખૂલ્યો હતો.જેમાંથી ચાર બાઇક કબજે લેવામાં આવી છે.દુર્ગેશ પાસે ચોરેલા વાહન ખરીદનાર નામાન શબ્બીરભાઇ વ્હોરા(ઝમઝમ પાર્ક,હાથીખાના પટેલફળિયા પાસે)ની પણ પોલીસે ધરપકડ કરી હતી.


