વેનેઝુએલામાં અમેરિકાનો દાવ ઊંધો પડ્યો? સૌથી મોટી ઓઈલ કંપનીએ હાથ ઊંચા કરતાં ટ્રમ્પ નારાજ | Venezuela Update Donald trump might block biggest us oil company exxonmobil in venezuela

![]()
Venezuela Update: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના દેશની સૌથી મોટી તેલ કંપનીના વલણથી નારાજ થઈ ગયા છે, કારણ કે ExxonMobil કંપનીના CEO ડેરેન વુડ્સએ કહ્યું છે કે વેનેઝુએલા રોકાણ યોગ્ય નથી, જેનું ટ્રમ્પને માઠું લાગતાં હવે આ કંપનીની વેનેઝુએલામાં એન્ટ્રી પર રોક લગાવી શકે છે. ટ્રમ્પનો દાવ ઊંધો પડી શકે તેવા એંધાણ થયા છે.
90 લાખ કરોડનું રોકાણ કરવાનું ટ્રમ્પનું આયોજન
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ હાલ મિશન વેનેઝુએલા મોડ પર છે, જેમાં તે વેનેઝુએલાના તેલ ભંડારોનો સંપૂર્ણ ઉપયોગ કરવા માંગે છે. ટ્રમ્પ આ તેલ બીજા દેશોને વેચીને તેમાંથી મળતી આવકનો ઉપયોગ અમેરિકા માટે કરવામાં માંગે છે. આ જોતાં ટ્રમ્પે થોડા દિવસ અગાઉ અમેરિકન તેલ કંપનીઓના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી, તેમણે સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપતા કહ્યું હતું કે વેનેઝુએલામાં ઓછામાં ઓછું 100 બિલિયન ડોલર(90 લાખ કરોડ) રૂપિયાનું રોકાણ કરવામાં આવે, જો કે અમેરિકાન સૌથી મોટી તેલ કંપની ટ્રમ્પના આ મિશનમાંથી છટકી શકે છે.
‘વેનેઝુએલા રોકાણ યોગ્ય નથી’
થોડા દિવસ પહેલા ટ્રમ્પ સાથે ExxonMobil કંપનીના CEO ડેરેન વુડ્સની મુલાકાત થઈ હતી, જે દરમિયાન ડેરેન વુડ્સે કહ્યું હતું કે વેનેઝુએલા રોકાણ યોગ્ય નથી, તે કારણોસર ડેરેન વુડ્સે નથી ઇચ્છતા કે તેમની કંપની વેનેઝુએલાના તેલ બિઝનેસમાં સામેલ થયા તે કરવું તેમની કંપની માટે યોગ્ય નથી. તે ઈચ્છે છે કે પહેલા કેટલાક કાયદાઓમાં ફેરફાર જરૂરી છે, જે બાદ જ યોગ્ય રોકાણ કરી શકાય, ડેરેન વુડ્સના આ નિવેદનથી ટ્રમ્પ નારાજ થઈ ગયા હતા.
આ પણ વાંચો: ગ્રીનલૅન્ડ ભાડાપટ્ટે નથી જોઈતું, માલિક બનીશું: ટ્રમ્પની વધુ એક ધમકીથી યુરોપમાં ચિંતા વધી
અમેરિકા ફર્સ્ટની નીતિ વૈશ્વિક તેલને કરશે અસર!
બાદમાં ટ્રમ્પે સંકેત પણ આપ્યો હતો કે અમેરિકાની સૌથી મોટી તેલ કંપની ExxonMobil પર વેનેઝુએલામાં તેલ માટે ખોદકામ તેમજ રોકાણ અટકાવી શકે છે. આ નિવેદન આપી ટ્રમ્પે CEO ડેરેન વુડ્સ પ્રતિ નારાજગી જાહેર કરી છે. ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની નીતિ પ્રમાણે તે તેલ સેક્ટરને મજબૂત બનાવવા માંગે છે, વેનેઝુએલાના તેલ ભંડારો પર સંપૂર્ણ રીતે કબજો કરી ટ્રમ્પ ન માત્ર અમેરિકાની જરૂરિયાતને પૂરી કરવા માંગે છે પણ તેલને પોતાના હિસાબે અન્ય દેશોને વેચવા પણ માંગે છે, ટ્રમ્પની આ નીતિથી વૈશ્વિક તેલ બજાર પર મોટી અસર પડી શકે છે.



