दुनिया

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા, ઓટો ડ્રાઇવરને ઢોર માર મારીને મોત નિપજાવ્યું, એક મહિનામાં 8મી ઘટના | Another Hindu killed in Bangladesh auto driver beaten to attackers Bangladesh violence



Bangladesh violence: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યારના બનાવો અટકી નથી રહ્યા, ત્યારે ચટગામમાં વધુ એક હિન્દુ યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. છેલ્લા એક મહિનામાં 8થી વધુ હિન્દુઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે, છતાં પણ બાંગ્લાદેશમાં વચગાળાની યુનુસ સરકાર કાર્યવાહી કરવાને બદલે બસ હાથ પર હાથ ધરીને બેઠી છે. 

રિક્ષામાં આવ્યા અને નિર્દયતાથી સમીરને માર માર્યો

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ સમીર દાસ નામના ઓટો ડ્રાઈવર યુવક પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. હુમલાખોરો સમીર પર રીતસરના તૂટી પડ્યા હતા, પહેલા ક્રૂરતાપૂર્વક માર મારી બાદમાં ચાકુ હુલાવી દીધું હતું. કરપીણ હત્યા કરી આરોપીઓ સમીરની સીએનજી રિક્ષા લઈને ભાગી છૂટયા હતા.

સમીર દાસની હત્યા પ્રી-પ્લાન મુજબ થઈ: પોલીસ

મૃતક સમીરના પરિવારનું કહેવું છે કે, છેલ્લા કેટલાક દિવસથી કટ્ટરપંથી જૂથના કેટલાક લોકો તેને ધમકાવી રહ્યા હતા. તે સમીર પાસેથી પૈસા પડાવવા માંગતા હતા. સમીર દાસના મોત બાદ તેના પિતા કાર્તિક કુમાર દાસ અને રીના રાની દાસની હાલત બગડી ગઈ છે . સમીર તેમનો મોટો દીકરો હતો, સ્થાનિક મીડિયાનું કહેવું છે કે આરોપીઓનો સંબંધ BNP-જમાત ગ્રુપથી હતો તો બીજી તરફ પોલીસ પણ માની રહી છે કે આ હત્યા સમજી વિચારીને કરવામાં આવી છે, આરોપીઓએ પહેલાથી સમીર દાસની હત્યા કરવાનો પ્લાન બનાવી લીધો હતો. 

છેલ્લા એક મહિનામાં બાંગ્લાદેશમાં 8 હિન્દુ યુવકોની હત્યા થઈ

-દીપું ચંદ્ર દાસ

-અમૃત મંડલ

-રાણા પ્રતાપ બૈરાગી

-ખોકોન ચંદ્ર દાસ

-બજેન્દ્ર બિશ્વાસ

-મણિ ચક્રવર્તી

-મિથુન સરકાર (નદીમાં ડૂબવા મજબૂર કર્યો)

-સમીર દાસ

ક્યાં સુધી બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યાચાર થશે?

સમીરના પરિવારનું કહેવું છે કે સમીર રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. કોઈ સાથે ઝઘડો પણ કરતો ન હતો. પણ છેલ્લા કેટલાક દિવસથી તેના પર ઘમકીભર્યા ફોન આવી રહ્યા હતા અને પૈસાની માંગણી કરવામાં આવતી હતી. આ પહેલા બાંગ્લાદેશમાં દીપું ચંદ્ર દાસ પર ઈશનિંદાનો આરોપ લગાવી તેને જીવતા ભડથું કરવામાં આવ્યો હતો, છેલ્લે કરિયાણાની દુકાન ચલાવતા મોની ચ્રકવર્તીનામના જાણીતા વેપારીની હત્યા થઈ હતી. મિથુન સરકાર નામના યુવકને નદીમાં ડૂબવા મજબૂર કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો: વેનેઝુએલામાં અમેરિકાનો દાવ ઊંધો પડ્યો? સૌથી મોટી ઓઈલ કંપનીએ હાથ ઊંચા કરતાં ટ્રમ્પ નારાજ



Source link

Related Articles

Back to top button