અમદાવાદ મેટ્રોએ બદલ્યો અંદાજ! હવે રૂટ ઓળખવા માટે યાદ રાખો આ 4 કલર, જાણો તમારા રૂટનો કલર | Ahmedabad Metro Timings Ahmedabad Metro Color Code Ahmedabad Metro Ticket Booking GMRC

Ahmedabad Metro: અમદાવાદના મુસાફરો માટે લાઇફલાઇન સમાન બની રહેલી મેટ્રો ટ્રેન સર્વિસમાં હવે એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મુસાફરોની સુવિધા અને રૂટની સરળ ઓળખ માટે નવા કલર કોડ જાહેર કરવામાં આવ્યા છે. હવે મુસાફરોએ માત્ર રૂટના નામ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ કલર જોઈને પણ સમજી શકશે કે કઈ મેટ્રો તેમને ક્યાં લઈ જશે.
શા માટે લેવાયો આ નિર્ણય?
મેટ્રોના નેટવર્કનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે સ્ટેશન પર મુસાફરોમાં મૂંઝવણ ન થાય તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. દિલ્હી અને લંડન જેવા મેટ્રો નેટવર્કની જેમ હવે અમદાવાદ મેટ્રોમાં પણ બ્લ્યુ, રેડ, યલો અને વાયોલેટ લાઈન દ્વારા મુસાફરી અત્યંત સરળ અને આધુનિક બનશે.
જાણો, કયા રૂટને કયો કલર મળ્યો?
અમદાવાદ અને ગાંધીનગરને જોડતા મેટ્રો નેટવર્કને મુખ્ય 4 ભાગમાં વહેંચવામાં આવ્યું છે.
મુસાફરોને શું થશે ફાયદો?
સરળ નેવિગેશન: હવે સ્ટેશન પરના ડિસ્પ્લે અને સાઈન બોર્ડ પર કલર કોડ હોવાથી મુસાફરો દૂરથી જ સમજી શકશે કે તેમણે કયા પ્લેટફોર્મ પર જવાનું છે.
ઇન્ટરચેન્જમાં સુવિધા: જૂના હાઈકોર્ટ જેવા સ્ટેશન પર જ્યાં બે લાઈન ભેગી થાય છે, ત્યાં હવે મુસાફરો ‘બ્લ્યુ’ કે ‘રેડ’ લાઈન ફોલો કરીને પોતાની ટ્રેન પકડી શકશે.
પ્રવાસીઓ માટે સરળતા: અમદાવાદમાં નવા આવતા લોકો અથવા પ્રવાસીઓ માટે મેટ્રો નેટવર્ક સમજવું હવે ખૂબ જ સરળ બનશે.
અમદાવાદ મેટ્રોનો ફેઝ-2 હવે કાર્યરત થઈ રહ્યો છે અને ગાંધીનગર સુધી મેટ્રો દોડી રહી છે, ત્યારે આ ‘કલર કોડ’ સિસ્ટમ મેટ્રોને ગ્લોબલ લેવલની સુવિધા પ્રદાન કરશે.

મુસાફરો માટે ખાસ નોંધ
ઇન્ટરચેન્જ પોઈન્ટ: જો તમારે બ્લ્યુ લાઈન પરથી રેડ લાઈન પર જવું હોય, તો ‘ઓલ્ડ હાઈકોર્ટ’ મેટ્રો સ્ટેશન મુખ્ય જંક્શન છે.
ગાંધીનગર જવા માટે: રેડ લાઈન દ્વારા મોટેરા સ્ટેડિયમ પહોંચી ત્યાંથી યલો લાઈન માં ટ્રાન્સફર થવું પડશે.
ગિફ્ટ સિટી જવા માટે: યલો લાઈન પર મુસાફરી કરતી વખતે GNLU સ્ટેશન પર ઉતરીને વાયોલેટ લાઈન પકડવી પડશે.



