राष्ट्रीय

SC/ST અનામતમાં ક્રિમી લેયર લાગુ કરાશે? સુપ્રીમ કોર્ટની કેન્દ્ર-રાજ્ય સરકારોને નોટિસ | Supreme Court Seeks Response on Applying Creamy Layer to SC/ST Reservation



PIL Filed in Supreme Court to Introduce Creamy Layer in SC/ST Quota : સુપ્રીમ કોર્ટે સોમવારે એક જાહેર હિતની અરજી મામલે સુનાવણી દરમિયાન કેન્દ્ર તથા તમામ રાજ્ય સરકારોને નોટિસ આપી છે. અરજીમાં SC તથા ST અનામતમાં પણ ક્રિમી લેયર સિસ્ટમ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. 

PILમાં શું છે માંગણી? 

અશ્વિની ઉપાધ્યાય નામના વકીલે આ અરજી કરી છે. તેમનો તર્ક છે કે SC અને ST વર્ગમાં જે પરિવારની કોઈ એક વ્યક્તિને સરકારી અથવા બંધારણીય પદ મળે, તેમના બાળકોને અનામતનો લાભ મળવો જોઈએ નહીં. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જૉયમાલ્યા બાગચીની બેન્ચ આ મામલે સુનાવણી કરી રહી છે. 

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર-રાજ્ય સરકારને નોટિસ પાઠવી 

અશ્વિની ઉપાધ્યાયનું માનવું છે કે અનામતનો ઉદ્દેશ્ય પછાત વર્ગના લોકોને લાભ પહોંચાડવાનો હતો. પરંતુ વર્તમાન વ્યવસ્થામાં અમુક જ પરિવારની પેઢીઓને તેનો લાભ મળી રહ્યો છે. અનામતનો લાભ તે પરિવારોને નથી મળી રહ્યો છે જે ખરેખર વંચિત છે. પહેલાથી લાભ ઉઠાવી રહેલા પરિવારોને જ વારંવાર અનામતનો લાભ મળે છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર તથા રાજ્ય સરકારોને નોટિસ આપી આ મામલે જવાબ માંગ્યો છે. 



Source link

Related Articles

Back to top button