दुनिया

ભારત આવશે ડોનાલ્ડ ટ્રમ્પ? દિલ્હીમાં કાર્યભાર સંભાળતા જ સર્જિયો ગોરનું ટ્રેડ ડીલ અંગે મોટું નિવેદન | india to be invited to pax silica alliance next month says sergio gor


India to be Invited to Pax-Silica Alliance: ભારત-અમેરિકાના વ્યૂહાત્મક સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરતા, ભારતમાં અમેરિકાના નવનિયુક્ત રાજદૂત સર્જિયો ગોરે બંને દેશોની ભાગીદારી અને નેતાઓની મિત્રતા પર મોટું નિવેદન આપ્યું છે. પદ સંભાળ્યા બાદ સર્જિયો ગોરે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચેના સંબંધોને અત્યંત ગાઢ ગણાવતાં કહ્યું કે, ‘ટ્રમ્પ અને પીએમ મોદીની મિત્રતા માત્ર દેખાડો નથી પણ એકદમ ‘રિયલ’ છે.’ તેમણે પીએમ મોદીને ટ્રમ્પના ‘ડિયર ફ્રેન્ડ’ તરીકે સંબોધ્યા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે પરસ્પર અતૂટ વિશ્વાસ અને સન્માનની ભાવના છે.

અમેરિકાનું આમંત્રણ: આવતા મહિને ભારત બનશે ‘પેક્સ સિલિકા’નું પૂર્ણ સભ્ય

આ સાથે જ સર્જિયો ગોરે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે, ‘અમેરિકાના નેતૃત્વ હેઠળની નવી વૈશ્વિક પહેલ ‘પેક્સ સિલિકા'(Pax Silica)માં ભારતને પૂર્ણ સભ્ય તરીકે જોડાવા માટે આગામી મહિને સત્તાવાર આમંત્રણ આપવામાં આવશે.’

‘પેક્સ સિલિકા’ શું છે?

‘પેક્સ સિલિકા’એ અમેરિકા દ્વારા ગત મહિને શરુ કરવામાં આવેલી એક અત્યાધુનિક વ્યૂહાત્મક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI), ઍડ્વાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં સુરક્ષિત અને નવીન સપ્લાય ચેઇન તૈયાર કરવાનો છે. જાપાન, દક્ષિણ કોરિયા, યુકે અને ઈઝરાયલ જેવા દેશો બાદ હવે ભારત પણ આ ગ્રૂપમાં સામેલ થવા જઈ રહ્યું છે, જેને ટૅક્નોલૉજી અને સપ્લાય ચેઇન ક્ષેત્રે ભારત માટે એક મોટી સફળતા અને વ્યૂહાત્મક જીત માનવામાં આવી રહી છે.

ટ્રેડ ડીલ અંગે મોટું નિવેદન

ભારતમાં નવનિયુક્ત એમ્બેસેડર સર્જિયો ગોરે આજે દિલ્હીમાં કાર્યભાર સંભાળ્યો. જે બાદ તેમણે સંબોધનમાં ભારત અને અમેરિકાના સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, કે ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી શકે છે. સાચા મિત્રો વચ્ચે ઘણીવાર મતભેદો થતા હોય છે પણ તેનું વહેલી તકે સમાધાન આવશે. ગોરે વધુમાં કહ્યું, કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને આવતીકાલે ફરીથી વાતચીત થશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ PM મોદીને ‘સાચા મિત્ર’ માને છે. 

આ પણ વાંચો: ગ્રીનલેન્ડ ભાડાપટ્ટે નથી જોઈતું, માલિક બનીશું: ટ્રમ્પની વધુ એક ધમકીથી યુરોપમાં ચિંતા વધી

કોણ છે સર્જિયો ગોર?

38 વર્ષના સર્જિયો ગોરને ટ્રમ્પે ગત ઑગસ્ટ મહિનામાં ભારતના રાજદૂત જાહેર કર્યા હતા. ગોર અને ટ્રમ્પ વચ્ચે ખૂબ સારા સંબંધ છે. એવામાં અમેરિકન સરકારમાં ભારત પ્રત્યેની નીતિમાં તેમની મહત્ત્વની ભૂમિકા છે. 


ભારત આવશે ડોનાલ્ડ ટ્રમ્પ? દિલ્હીમાં કાર્યભાર સંભાળતા જ સર્જિયો ગોરનું ટ્રેડ ડીલ અંગે મોટું નિવેદન 2 - image



Source link

Related Articles

Back to top button