राष्ट्रीय

ચોરીની શંકાએ 7 વર્ષના બાળકને ઝાડ સાથે બાંધી નિર્દયતાપૂર્વક માર્યો, ઝારખંડમાં માનવતા શર્મસાર | 7 year old tied to tree and beaten on suspicion of theft in Jharkhand



Jharkhand: ચોરીની શંકામાં કોઈ વ્યક્તિને માર મારવાના ઘણા મામલાઓ સામે આવતા રહે છે. ત્યારે હવે ઝારખંડથી પણ આવો જ એક માનવતાને શર્મસાર કરતો મામલો સામે આવ્યો છે. ઝારખંડના રામગઢ જિલ્લામાં ચોરીની શંકામાં એક 7 વર્ષના બાળકને ઝાડ સાથે બાંધી નિર્દયતાપૂર્વક માર માર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થઈ રહ્યો છે. આ મામલે કાર્યવાહી કરતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. 

ચોરીની શંકાએ 7 વર્ષના બાળકને ઝાડ સાથે બાંધી નિર્દયતાપૂર્વક માર્યો

પોલીસે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર 20 સેકન્ડનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં બાળકના હાથ-પગ બાંધેલા દેખાઈ રહ્યા હતા અને તેને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવી રહ્યો હતો. 

આરોપીની ધરપકડ

આ ઘટના 9 જાન્યુઆરીના રોજ પતરાતૂ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ડીઝલ કોલોનીમાં બની હતી. આરોપીની ઓળખ બબલૂ પ્રસાદ ઉર્ફે ટીકાધારી તરીકે થઈ છે, તેની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. પતરાતૂ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ શિવલાલ ગુપ્તાએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે, ‘અમે વાઈરલ વીડિયોનું વિશ્લેષણ કર્યા બાદ મુખ્ય આરોપી બબલૂ પ્રસાદની ધરપકડ કરી લીધી છે, તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.’

પોલીસે જણાવ્યું કે, ‘પીડિત બાળકના મોટા ભાઈની ફરિયાદના આધાર પર ભારતીય ન્યાય સંહિતા (BNS) અને POCSO એક્ટની કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે.’

આ પણ વાંચો: જર્મન ચાન્સેલર-PM મોદીની સાબરમતી આશ્રમની મુલાકાત બાદ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ

બાળક પર પૈસા ચોરવાનો આરોપ લગાવ્યો

ફરિયાદીએ આરોપ લગાવ્યો કે, બબલૂ પ્રસાદે કોલોનીના અન્ય બે માણસો સાથે મળીને બાળકને રોક્યો અને તેના પર પૈસા ચોરવાનો આરોપ લગાવ્યો. ત્યારબાદ તેઓએ તેને ઝાડ સાથે બાંધી દીધો અને માર માર્યો. પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં સામેલ અન્ય વ્યક્તિઓની ઓળખ કરવા અને પકડવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે.



Source link

Related Articles

Back to top button