गुजरात

મોરૈયા ગામેથી પસાર થતી કેનાલમાં રેલિંગના અભાવે અકસ્માતનો ભય | Fear of accidents due to lack of railings in the canal passing through Moraiya village



– કેનાલના બંને છેડા ખૂલ્લા હોવાથી અકસ્માત નોતરશે 

– દૈનિક મોટી સંખ્યામાં લોકો અને વાહન ચાલકો પસાર થતાં હોવાથી તાકીદે સુરક્ષા કરવાની માગણી 

બગોદરા : સાણંદના મોરૈયા ગામમાંથી પસાર થતી કેનાલની બંને બાજુ સુરક્ષા દિવાલ કે રેલિંગના અભાવે અકસ્માતનો જોખમ ઉભુ થયું છે. આ રોડ પર મોટી સંખ્યામાં રાહદારીઓ અને વાહન ચાલકો દૈનિક પસાર થાય છે. જેથી તાકિદે રેલિંગ અથવા દિવાલ બનાવવામાં આવે તેવી માગણી ઉઠી છે. 

તાલુકાના મારૈયા ગામમાંથી પસાર થતી કેનાલમાં દુઘર્ટના થવાનો ભય સેવાઇ રહ્યો છે. ગામની મધ્યભાગમાંથી નિકળકતી કેનાલમાં સુરક્ષા દિવાલ કે રેલિંગના અભાવે લોકોમાં ફફડાટ ફેલાયો છે. દિવસ અને રાત્રે મોટી સંખ્યામાં લોકો અને વાહન પસાર થાય ચે. કેનાલના બંને છેડા સંપૂર્ણપણે ખૂલ્લા છે. માર્ગ અને કેનાલ વચ્ચે અંતર કે સુરક્ષા નહીં હોવાથી વાહન પરથી કાબુ ગુમાવવાના કિસ્સામાં વાહન સુધી કેનાલમાં ખાબકી શખે છે. જેથી તાકિદે કેનાલમાં રેલિંગ અથવા દિવાલ બનાવવામાં આવે તો અકસ્માત ટાળી શકાશે.



Source link

Related Articles

Back to top button