गुजरात
દસલાણા કાનપુરની સીમમાં યુવાને ઝેરી દવા ગટગટાવીને જીવન ટુંકાવ્યું | A young man ended his life by swallowing poison on the outskirts of Daslana Kanpur

![]()
– મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો, પોલીસે વધુ તપાસ હાથ ધરી
વિરમગામ : વિરમગામના દસલાણા કાનપુર ગામની સીમમાં યુવાને ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું છે. આ મામલે પોલીસે જાણવા જોગ નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
તાલુકાના દસલાણા કાનપુર ગામની સીમમાં ઇંટોના ભઠ્ઠા પર કામ કરતાં પ્રમોદ કુમાર ભગવાનદાસ ગૌતમ ( ઉ.વ. ૨૪, હાલ રહે. અશોકનગર, મૂળ રહે. ઉત્તર પ્રદેશ) કોઇ કારણસર ઝેરી દવા ગટગટાવીને જીવન ટુંકાવ્યું હતું. આ મામલે પોલીસે મૃતદેહને પીએમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે જાણવા જોગ નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.



