दुनिया

‘અમે બધુ જોઈ રહ્યા છીએ, ટૂંક સમયમાં ઈરાન આઝાદ થશે’, નેતન્યાહૂના નિવેદનથી હડકંપ | Iran Unrest PM Netanyahu Foresees Freedom from Tyranny Trump Warns of Military Action



Iran Unrest: ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ઈઝરાયલ તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, ‘ઈરાનમાં જે કાંઈ પણ ચાલી રહ્યું છે, તેના પર તેમની નજર છે. એવી આશા છે કે ઈરાન ટૂંક સમયમાં તેના અત્યાચાર ગુજારનારાઓથી મુક્ત થશે. નેતન્યાહૂના નિવેદનથી એ સસ્પેન્સ વધ્યું છે કે, શું અમેરિકા અને ઈઝરાયલ ખરેખર ઈરાનમાં હસ્તક્ષેપ કરવાની યોજના બનાવી રહ્યા છે?’ 

ઈરાનની ઈસ્લામિક સરકારે અગાઉ આ વિરોધ પ્રદર્શનો પાછળ અમેરિકન અને ઈઝરાયલી કાવતરું હોવાનો દાવો કર્યો હતો. ઈઝરાયલે એવો પણ દાવો કર્યો છે કે, જો કોઈ વિદેશી હુમલો થશે તો તે ઈઝરાયલ અને અમેરિકા સામે બદલો લેશે.

તમને જણાવી દઈએ કે, ઈઝરાયલના પૂર્વ શાહ પહલવીના પુત્ર રજા પહલવી છેલ્લા ઘણાં સમયથી અમેરિકામાં રહે છે. જેમાં રજા પહલવી અનેક વખત પ્રદર્શનકારીઓને રસ્તા પર ઉતરીને શહેર પર કબજો કરવાનું કહી ચૂક્યા છે. તેમણે એ પણ કહ્યું છે કે, હવે તેમની ઘર વાપસીનો સમય નજીક આવી રહ્યો છે. જ્યારે ઈરાને પ્રદર્શનકારીઓને આતંકવાદીઓ અને અલ્લાહના દુશ્મન ગણાવીને મૃત્યુદંડની ધમકી આપી છે. 

ઈરાન પર હુમલો કરવાની ટ્રમ્પની ધમકી 

વિરોધ પ્રદર્શનોને પગલે ઈરાનમાં ઈન્ટરનેટ અને ફોનની લાઈનો કાપી નાખવામાં આવી છે, જેના કારણે પ્રદર્શનોનું વાસ્તવિક અનુમાન લગાવવું મુશ્કેલ બન્યું છે. યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને લઈને ઈરાન પર હુમલો કરવાની ધમકી આપી છે. પ્રદર્શનકારીઓને સમર્થન આપતા ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કહ્યું કે, ‘ઈરાન એવી સ્વતંત્રતા ઇચ્છે છે જે તેણે કદાચ પહેલાં ક્યારેય જોઈ નથી. અમેરિકા મદદ કરવા તૈયાર છે.’

આ પણ વાંચો: ટ્રમ્પની ધમકી બાદ ઈરાનનો જવાબ: અમેરિકાના સૈન્ય ઠેકાણા અને જહાજ ઉડાવી નાંખીશું

ન્યૂ યોર્ક ટાઇમ્સ અને વોલ સ્ટ્રીટ જર્નલે શનિવારે રાત્રે અનામી અમેરિકી અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે, ટ્રમ્પને ઈરાન પર હુમલો કરવા માટે સૈન્ય વિકલ્પો આપવામાં આવ્યો હતો. પરંતુ તેમણે હજુ સુધી અંતિમ નિર્ણય લીધો નથી.



Source link

Related Articles

Back to top button