राष्ट्रीय

સંત પ્રેમાનંદ મહારાજના ફ્લેટમાં લાગી વિકરાળ આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો, જાનહાનિ ટળી | National News mathura vrindavan premanand ji maharaj flat fire Misbehavior of servants



Premanand Maharaj: ઉત્તર પ્રદેશના મથુરામાં વૃંદાવનના છટીકરા માર્ગ પર આવેલી શ્રીકૃષ્ણ શરણમ સોસાયટીમાં એ સમયે અફરા તરફી મચી ગઈ, જ્યારે સંત પ્રેમાંદન મહારાજના ફ્લેટ નંબર 212માં ભીષણ આગ લાગી, શોર્ટ સર્કિટ આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. જો કે ઘટના વખતે મહારાજના સેવાદારો દ્વારા સ્થાનિક લોકો, પોલીસકર્મીઓ અને પત્રકારો સાથે કરેલા અભદ્ર વર્તનથી મામલો વધુ ગરમાઈ ગયો હતો. 

પ્રેમાનંદ મહારાજ હાજર ન હતા

મળતી માહિતી મુજબ, ફ્લેટમાંથી અચાનક જ ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળા ઉઠી હતી જેને જોઈને આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. સદભાગ્ય એ હતું કે પ્રેમાનંદ મહારાજ છેલ્લા એક મહિનાથી શ્રી રાધાહિત કૈલીકુંજમાં આશ્રય લઈ રહ્યા છે. જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ, ઘટનાની સૂચના મળતા જ સ્થાનિક પોલીસ અને ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. 

સેવાદારોનું ગેરવર્તન

આ દરમિયાન તણાવ ત્યારે વધી ગયો જ્યારે મહારાજના સેવાદારો એ કવરેજ કરી રહેલા પત્રકારો અને વીડિયો બનાવી રહેલા સ્થાનિક લોકોને જબરદસ્તીથી રોકવાનો પ્રયાસ કર્યો, પ્રત્યક્ષદર્શીઓ મુજબ સેવાદારોએ ઘણા લોકોના મોબાઈલ ફોન પણ છીનવી લીધા હતા અને ત્યાં હાજર પોલીસ કર્મચારી સાથે પણ ગેરવર્તન કર્યું હતું.

આ પણ વાંચો: અંતિમ દર્શન માટે સ્ટ્રેચર પર આવી પત્ની, નવજાત પુત્રી… આર્મી જવાનની વિદાય જોઈ રડી પડશો

સ્થાનિક લોકોમાં ભારોભાર ગુસ્સો

સંતના સેવાદારોના આ ઉગ્ર અને અર્મયાદિત વ્યવહારથી સ્થાનિક લોકોમાં ભારોભાર ગુસ્સો છે. લોકોનું કહેવું છે કે એક તરફ સંકટ જોઈને લોકો મદદ કરવા પહોંચ્યા હતા. બીજી તરફ સેવાદારો સેવા ભાવની જગ્યાએ અભદ્ર વર્તન કરી રહ્યા હતા. સ્થાનિક લોકો પોલીસ તંત્ર પાસે સેવાદારો સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. સેવાદારાના વર્તનથી વૃંદાવનના ધાર્મિક અને સમાજિક વર્તુળોમાં જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે.  ફાયર વિભાગે આગ કેવી રીતે લાગી તે અંગે તો બીજી તરફ સ્થાનિક તંત્રએ સોસાયટીમાં ફાયર સેફટીના ઉપકરણોની તપાસ આદરી છે. આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.



Source link

Related Articles

Back to top button