વડોદરા: ભારત-ન્યૂઝીલેન્ડ મેચની ટિકિટોનું કાળાબજાર કરતું રેકેટ ઝડપાયું, 17 ટિકિટો કબજે | Vadodara Crime Branch nabs two youths for black marketing tickets for India New Zealand match

![]()
Baroda: વડોદરા: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચના ગણતરીના કલાકો બાકી છે ત્યારે ક્રિકેટ રસિકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી ટિકિટોના પાંચ ગણા ભાવ વસૂલતા બે યુવકોને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 17 ટિકિટો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી
મેચ દરમિયાન ટિકિટોના કાળાબજાર થવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન ફતેપુરા ભાંડવાડાના નાકે બે યુવકો ઊંચા ભાવે ટિકિટો વેચવા આવ્યા હોવાની ચોક્કસ માહિતી મળતા પોલીસે દરોડો પાડી બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓની વિગત
પોલીસ પૂછપરછમાં પકડાયેલા શખ્સોની ઓળખ નીચે મુજબ થઈ છે:
કેતન શાંતિલાલ પટેલ: રહે. નાની કાછિયાવાડ, છાણી.
હિતેશ મૂળશંકર જોશી: રહે. શ્રીધર સોસાયટી, નિઝામપુરા.
કબજે કરાયેલી ટિકિટોનો વિગતવાર અહેવાલપોલીસે બંને શખ્સો પાસેથી અલગ-અલગ કેટેગરીની ટિકિટો કબજે કરી છે:
આરોપીનું નામ ટિકિટની વિગત સંખ્યા કિંમત (અંદાજે)
કેતન પટેલ લેવલ-1 અને લેવલ-2 12 ટિકિટો ₹2,000 પ્રતિ ટિકિટ
હિતેશ જોશી લેવલ-2 અને લેવલ-3 05 ટિકિટો ₹1,000 થી ₹2,000
આ શખ્સો ટિકિટની મૂળ કિંમત કરતા પાંચ ગણા ભાવ વસૂલવાની પેરવીમાં હતા. હાલમાં પોલીસે તમામ 17 ટિકિટો જપ્ત કરી છે અને આ શખ્સો આટલી મોટી સંખ્યામાં ટિકિટો ક્યાંથી લાવ્યા હતા અને તેમની સાથે અન્ય કોણ સામેલ છે, તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે.



